ડોક્ટર ડ્રાય ફ્રુટ્સના સેવન કરવાની સલાહ આપતા હોય છે.સ્વસ્થ રહેવા માટે, બદામ, કાજુ, કિસમિસ અને અખરોટ જેવા સૂકા ફળો સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. ડ્રાય ફ્રુટ્સના સેવન કરતી વખતે તેની છાલ કાઢીને ખાવું જોઈએ, ખાસ કરીને બદામની.
ડાયેટિશિયન મીના કોરીના કહે છે કે બદામની છાલ કાઢીને જ ખાવી જોઈએ. બદામ આખી રાત પાણીમાં પલાળી રાખી સવારમાં તેની છાલ કાઢીને ખાવું જોઈએ.
બદામમાં કેલ્શિયમ, વિટામિન ઇ, આયર્ન અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર હોય છે, આના સેવનથી આપણે રોગપ્રતિકારક શકિત વધારી શકીએ છે.
બદામની છાલમાં ફાયટીક એસિડ હોય છે, બદામની છાલ શરીરમાંથી પોષક તત્વોને શોષી લે છે. તેનાથી પાચનક્રિયાને પર પણ અસર પડે છે.
બદામને છાલ સાથે ખાવાથી પિત્તનું અસંતુલન વધે છે.
બદામ પ્રકૃતિમાં ગરમ હોય છે. બદામને છાલ સાથે ખાવાથી પેટમાં ગરમી વધે છે, અને પેટ લાગતી સમસ્યા ઊભી થઈ શકે છે