પાણી વગર ગંદા સોફાને કેવી રીતે સાફ કરવા, જાણી લો આ સરળ રીત


By Vanraj Dabhi11, Nov 2023 11:10 AMgujaratijagran.com

પાણી વગર સોફા સાફ કરો

તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરની સફાઈમાં વ્યસ્ત થઈ જાય છે. આ તકે સોફા સાફ કરવું સૌથી મુશ્કેલ કાર્ય બની જાય છે કારણ કે તેને પાણીથી સાફ કરી શકાતું નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે તમે પૈસા ખર્ચ્યા વિના ઘરે સોફાને કેવી રીતે ડ્રાય ક્લીન કરી શકો છો.

કવર કાઢી નાખો

પાણી વગરના સોફાને સાફ કરવા માટે સૌથી પહેલા તેનું કવરને કાઢી નાખો.

ધૂળ સાફ કરો

હવે સોફાને કપડાની મદદથી સારી રીતે ઘસીને સાફ કરો. તેનાથી સોફા પર જામેલી ધૂળ ઘણી હદ સુધી ઓછી થશે.

આ વસ્તુઓનો ઉપયોગ કરો

ધૂળ દૂર કર્યા પછી એક મોટો બાઉલમાં 1 લિટર ઠંડુ અથવા સામાન્ય પાણી નાખો. હવે તેમાં 2 ચમચી બેબી શેમ્પૂ અથવા માઈલ્ડ શેમ્પૂ મિક્સ કરો.

You may also like

દિવાળી પહેલા ગંદા સોફા અને વાસણો ક્લિન કરવા માટે આ સરળ ટિપ્સ અજમાવો

કિંમતી સોફા ગંદા થઈ ગયા છે, તો તેને આ રીતે સાફ કરો

હળવા હાથે સાફ કરો

હવે મિશ્રણમાં સ્પોન્જ અથવા સ્કોચ બ્રશ ડૂબાવો અને સોફાને હળવા હાથે સાફ કરો. જો તમારા સોફામાં સિન્થેટિક ફેબ્રિક હોય તો હળવા સ્પોન્જનો ઉપયોગ કરો.

ટુવાલ વડે સાફ કરો

સોફા સાફ કર્યા પછી એક કોટનના ટુવાલને સ્વચ્છ પાણીમાં ડુબાડો અને પછી તેને સારી રીતે નિચોવી લો. આગળ સોફાને હળવા હાથે સાફ કરો.

ડ્રાય ક્લીન

હવે પંખાની નીચે સોફા રોખો તેનાથી સોફા સારી રીતે સુકાઈ જશે અને નવા જેવો દેખાશે. આ રીતે તમે સોફાને સંપૂર્ણપણે ભીના કર્યા વગર ડ્રાય ક્લીન કરી શકો છો.

વાંચતા રહો

સોફા સાફ કરવાની આ ખૂબ જ સરળ રીત છે સ્ટોરી ગમે તો શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વાળની મજબૂતી માટે આજથી જ પીઓ આ જ્યૂસ