Jalebi Recipe: દશેરા માટે સ્પેશિયલ જલેબીની રેસીપી


By Vanraj Dabhi07, Oct 2024 12:16 PMgujaratijagran.com

સ્પેશિયલ જલેબી

દશેરાના તહેવારમાં દરેક લોકો જલેબી ખાવાનું પસંદ કરતા હોય છે. તેથી આ દશેરા પર ઘરે ટ્રાય કરો સ્પેશિયલ જલેબીની યુનિક રેસીપી.

સામગ્રી

મેંદો, આરારોટ, બેકિંગ પાઉડર, હળદર, દહીં,પાણી, ખાંડ, કેસર, ઘી, એલચી પાઉડર, લીંબુનો રસ.

સ્ટેપ- 1

એક બાઉલમાં મેંદો,કોર્ન ફ્લોર,બેકિંગ પાઉડર,હળદર અને દહીં ઉમેરો.

સ્ટેપ- 2

હવે તેમાં જરૂર મુજબ પાણી નાથીને બેટર બનાવો.

સ્ટેપ- 3

હવે બેટરના બાઉલને ઢાંકીને 24 કલાક માટે આથો સેટ થવા મૂકો.

સ્ટેપ- 4

હવે ચમચી વડે બેટરને સારી રીતે ફેટી લો અને એક સોસની બોટમાં બેટર ભરી લો.

સ્ટેપ- 5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં ગોળ ગોળ જલેબી બનાવો.

સ્ટેપ- 6

હવે એક તપેલીમાં ખાંડ,કેસર,એલચી પાવડર ઉમેરીને થોડીવાર ઉકાળી ચાસણી બનાવી લો.

સર્વ કરો

હવે તળેલી જલેબીને આ ચાસણીમાં થોડીવાર પલાળી રાખો અને પછી સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Gujarati Fafda:દશેરા માટે ફાફડા બનાવવાની યુનિક રીત