હેલ્ધી અને આરોગ્ય વર્ધક સ્પેશિયલ રેસીપી જણાવીશું, તમે લાડુ તો ખાધા જ હશે પરંતુ આજે અમે તમને મિક્સ ડ્રાયફ્રુટ લાડુની રેસીપી જણાવીશું.
ખજૂર બદામ, કાજુ, મગજતરીના બી, પિસ્તા, કોપરાનું છીણ, મખાના, દેશી ઘી, ગોળ, જાયફળ પાઉડર, ઇલાયચી પાઉડર, ખસખસ.
તમામ સમાગ્રીને અલગ અલગ વાટકીમાં ભરીને તૈયાર કરો.
હવે એક પેનમાં ખજૂર, મખાના, બદામ, કાજુ, પિસ્તા, મગજતરીના બીજને સાંતળીને અલગ બાઉલમાં કાઢી લો.
હવે એક પેનમાં ઘી,ગોળ નાખીને ગરમ કરો.
હવે તેમાં અધ કચરા ક્રશ કરેલા ડ્રાયફ્રુટ,મખાના પાઉડર,કોપરાનું છીણ, ઇલાયચી પાઉડર,જાયફળ પાઉડર, નાખીને મિક્સ કરી લો.
હવે આ મિશ્રણ થોડુ ઠંડુ થાય પછી હાથને ઘી થી ગ્રીસ કરી લાડુ વાળીને એક ડીશમાં ગોઠવવો.
ડ્રાયફ્રુટ લાડુને સર્વિંગ પ્લેટમાં ગોઠવી તેના પર કાજુ-બદામથી ગાર્નિશ કરો.
તૈયાર છે આપણા મિક્સ ડ્રાયફ્રુટ લાડુ, તમે હેલ્ધી આરોગ્ય વર્ધક લાડુ સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.