ખરાબ કોલેસ્ટ્રોલ હાર્ટ અટેકનું કારણ બની શકે છે, બચવા માટે આ ડ્રિંક્સનું નિયમિત સ


By Vanraj Dabhi23, Sep 2023 02:14 PMgujaratijagran.com

કોલેસ્ટ્રોલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

કોલેસ્ટ્રૉલ લેવલમાં વધારો થવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થાય છે.

સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા

કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી માત્ર હાર્ટ પર જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવાની ટીપ્સ

શરીર માં કોલેસ્ટ્રોલ લેવલ વધવાથી હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે, તેથી આ પ્રકારની સમસ્યાથી બચવા માટે સવારે ખાલી પેટ આ ડ્રિંક્સનું સેવન કરો.

આદુ અને લીંબુનો રસ

એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર આદુ હાઇ કોલેસ્ટ્રલ લેવલને નિયંત્રણમાં કરવામાં મદદ કરે છે. તેથી એક ગ્લાસ પાણીમાં એક ચમચ આદુ અને લીંબુનો રસ મિક્સ કરીને ખાલી પેટે પીવો.

હળદરવાળું દૂધ

તેના માટે એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર મિક્સ કરીને સવારે ખાલી પેટે પીવાથી કોલેસ્ટ્રોલ લેવલમાં ઘટાડો થાય છે.

લસણ અને મધ

લસણ લોહીને પાતળું કરવામાં ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેની સાથે આ કોલેસ્ટ્રોલ લેવલ પણ ઘટાડે છે. તેથી એક ગ્લાસ પાણીમાં એક થી બે કળી લસણની પેસ્ટ અને એક ચમચી મધ મિક્સ કરીને પીવો.

મેથીનું પાણી

મેથીનું પાણી હાઈ કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવામાં રામબાણ માનવામાં આવે છે. તેના માટે 1 ચમચ મેથી દાણા આખી રાત એક ગિલાસ પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ પીવો.

આમળાનું જૂસ

વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર આમળા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આમળાને પીસીને તેનો રસ કાઢીને તેનું સેવન કરો. તેનાથી ઝડપથી હાઈ કોલેસ્ટ્રોલ લેવલ ઘટી શકે છે.

તાવની સારવાર માટે ભારતની આ જડીબુટ્ટીઓ અને મસાલા અજમાવો