હાડકાને મજબૂત કરવા માટે શું પીવું જોઈએ?


By Nileshkumar Zinzuwadiya26, Sep 2024 05:32 PMgujaratijagran.com

દૂધ પીવો

દૂધમાં કેલ્શિયમ અને વિટામિન ડી જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય સારુ રહે છે.

સંતરાનો રસ પીવો

સંતરાના રસમાં વિટામિન ડી અને સી જેવા પોષકતત્વો સારી માત્રામાં હોય છે. તેનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમના શોષણમાં સુધારો થાય છે અને હાડકાં મજબૂત થાય છે.

યોગર્ટ સ્મુદી

યોગર્ટ સ્મુદી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામિન ડી અને કેલ્શિયમ જેવા પોષકતત્વો સારી માત્રામાં મળી આવે છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય તમે અન્ય ડેરી ઉત્પાદનનું પણ સેવન કરી શકો છો.

બદામનું દૂધ પીઓ

કેલ્શિયમ અને વિટામિન ડી જેવા પોષકતત્વો બદામનાં દૂધમાં મળી આવે છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે અને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે.

લીલા શાકભાજીનું સેવન

લીલા શાકભાજીનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે, અને હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે.

દ્રાક્ષનો રસ પીવો

દ્રાક્ષમાં વિટામિન સી, ડી, ફોલેટ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો સારી માત્રામાં મળી આવે છે. તેનુ સેવન કરવાથી હાડકાં મજબૂત બને છે.

હાડકાને મજબૂત કરતા ફળો

હાડકાને મજબૂત કરવા અને સારા સ્વાસ્થ્ય માટે તમે તમારા આહાર માં સ્ટ્રોબેરી, સફરજન, પપૈયું, નારંગી, કેળાં અને પાઈનેપલ જેવા ફળો ખાઈ શકો છો.

High Cholesterol: કોલેસ્ટ્રોલ વધે ત્યારે શું ના ખાવું જોઈએ?