કોલેસ્ટ્રોલ વધવાથી હૃદય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. જો તમારે સ્વસ્થ રહેવું હોય તો કોલેસ્ટ્રોલને બિલકુલ વધવા ન દો અને જો વધી ગયું હોય તો આવો જાણીએ કઈ વસ્તુઓથી બચવું જોઈએ-
રેડ મીટ અને પ્રોસેસ્ડ મીટનું સેવન બિલકુલ ન કરો. આમાં સંતૃપ્ત ચરબી હોય છે, જે કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.
જો કોલેસ્ટ્રોલ વધી ગયું હોય તો ક્રીમ મિલ્ક અને બટર જેવી ડેરી પ્રોડક્ટ્સ ખાવાનું બંધ કરી કારણ કે તેમાં રહેલ ફેટ કોલેસ્ટ્રોલને ઝડપથી વધારે છે.
તેલમાં તળેલી વસ્તુઓ જેમ કે પકોડા, ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ વગેરે ખાવાનું ઓછું કરો. આમાં રહેલી ચરબી કોલેસ્ટ્રોલ વધારવામાં મદદરૂપ છે.
જો તમે પ્રોટીન માટે ઈંડા ખાઓ છો તો પીળો ભાગ ન ખાવો. તેમાં રહેલ ફેટ કોલેસ્ટ્રોલ વધારવામાં મદદ કરે છે.
ખોરાકમાં પામ તેલ અને નાળિયેર તેલનો ઉપયોગ ટાળો. આમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને વધારે છે. તેના બદલે તમે ઓલિવ ઓઈલ, પીનટ ઓઈલ, સનફ્લાવર ઓઈલ ખાઈ શકો છો.
પિઝા, બર્ગર, પેટીસ વગેરે જેવા જંક ફૂડ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે, તેથી તેને ખાવાનું ટાળવું જોઈએ.