શિયાળામાં હાડકાનો દુખાવો થાય છે? તો આ ડ્રિંક પીવો


By Vanraj Dabhi28, Oct 2023 04:48 PMgujaratijagran.com

હાડકાંને મજબૂત બનાવે

મહિલાઓ પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે ઘણી વસ્તુઓનું સેવન કરે છે. આ સાથે હાડકાની મજબૂતી પણ મહત્વપૂર્ણ છે. આ તકે અમે તમને કેટલાક એવા પીણા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા હાડકાં માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

બદામ વાળું દૂધ પીવો

હાડકાંને મજબૂત કરવા માટે તમે દરરોજ બદામ વાળું દૂધ પી શકો છો. તેનું સેવન કરવાથી શરીરમાંથી કેલ્શિયમની ઉણપ દૂર થાય છે.

લીલા પાંદડાવાળા શાકભાજીનું જ્યુસ

લીલા પાંદડાવાળા શાકભાજીનું જ્યુસ યોગ્ય માત્રામાં પીવાથી હાડકાં મજબૂત થાય છે. તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

દ્રાક્ષનું જ્યુસ પીવો

તેમાં વિટામિન સી અને કેલ્શિયમ સારી માત્રામાં જોવા મળે છે. તેનું નિયમિત સેવન કરવાથી હાડકા મજબૂત બને છે.

નારંગીનું જ્યુસ પીવો

તે તમારા શરીરની સાથે-સાથે હાડકા માટે પણ ફાયદાકારક છે. તેમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય છે જે હાડકાં માટે જરૂરી છે.

દહીંની સ્મૂધી પીવો

તેમાં વિટામિન ડીની પૂરતી માત્રા અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે તેથી તમે દહીંની સ્મૂધીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે.

પાઈનેપલ

તેમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. પાઈનેપલ કેલ્શિયમની ઉણપને પૂરી કરવામાં પણ મદદ કરે છે.

કસરત કરો

આ પીણાંના સેવનની સાથે સાથે નિયમિતપણે શારીરિક કસરત કરવી પણ જરૂરી છે. તેનાથી હાડકા મજબૂત થાય છે.

વાંચતા રહો

આ ડ્રિંકનું સેવન કરવાથી હાડકાં મજબૂત થઈ શકે છે, આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આજથી જ ઉઘાડા પગે ઘાસ પર ચાલવાનું શરૂ કરી દો, દૂર રહેશે અનેક બીમારી