આંખની રોશની તેજ કરવા માટે આ ડ્રિંક્સ પીઓ
By Jivan Kapuriya
2023-05-15, 15:31 IST
gujaratijagran.com
કામની વાત
આંખની રોશની વધારવા માટે તમારે ડાયટમાં હેલ્થી ડ્રિંક્સ પીવા જોઈએ. આવો જાણી કયા ડ્રિંક્સ પીવા જોઈએ.
ગાજરનું જ્યુસ
વિટામીન એથી ભરપૂર હોય છે ગાજરનો જ્યુસ. આંખને સ્વસ્થ રાખવામાં કામ કરે છે. રોશની પણ તેજ રહે છે.
બીટનો જ્યુસ
તેમા લ્યુટિન અને જેક્સેથિના ગુણ રેટિનાને હેલ્થી રાખે છે.બીટ તમે ખાઈ પણ શકો છો.
સફરજનનું જ્યુસ
માત્ર આંખને જ નહીં શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ એક સફરજન ખાવું જોઈએ. તેનું જ્યુસ પીવાથી આંખની રોશની તેજ રહે છે.
ઓરેન્જ જ્યુસ
વિટામીન સીથી ભરપૂર ઓરેન્જ જ્યુસ મોતિયાથી બચાવે છે. આંખને સ્વસ્થ રાખે છે.
લીલા શાકભાજીનો રસ
લીલા શાકભાજીનો રસ એન્ટીઓક્સિડેન્ટ, લ્યુટિન અને જેક્સેથિનનો સ્રોત હોય છે. જે આંખ માટે ફાયદાકારક છે.
ગુજરાતી જાગરણની આ માહિતી તમને ગમી હોય તો શેર કરશો.
મેથીના પાણીથી વાળ ધોવાના ફાયદા
Explore More