વધારે પડતું પાણી પીવું જોખમી છે


By Gujarati Jagran28, Mar 2023 04:45 PMgujaratijagran.com

નુકસાન

વસ્તુ કોઈપણ હોય વધારે પડતો ઉપયોગ કરવાથી નુકસાન થાય છે. એવી રીતે જ જરૂર કરતા વધારે પાણી પીવાથી નુકસાન થઈ શકે છે.

પાણી

પાણી પીવું આમ તો સ્વાસ્થ્ય માટે સારુ છે, પરંતુ વધારે પડતુ પાણી પીવાથી હાઈપોનેટ્રિમિયા નામની બીમારીનું જોખમ રહે છે.

હાઈપોનેટ્રમિયા

શરીરમાં પાણીની માત્રા વધારે હોવાથી સોડિયમનું સ્તર પાતળુ થવા લાગે છે. જે હાઈપોનેટ્રિમિયા નામની બીમારી માટે જવાબદાર છે.

કિડની પર અસર

વધારે પડતુ પાણી પાવીથી કિડની ખરાબ થવાનું જોખમ રહે છે. કિડની શરીરના કચરાને બહાર કાઢવાનું કામ કરે છે.

યુરિન

જ્યારે તમે વધારે પાણી પીવો છો તો કિડની પર પાણી અને ગંદકી બહાર કાઢવાની ભારણ વધી જાય છે. જે લોકો વધારે વાર યુરિન રોકી રાખે છે તો કિડની ખરાબ થઈ શકે છે.

બાથરૂમ ન આવવું

જો તમે વધારે પાણી પી રહ્યા છો અને તમને યુરિન નથી આવી રહ્યું તો તેનો અર્થ એ છે કે તમારી કિડની વધારે કામ કરી રહી છે.

કેટલું પાણી પીવું

ડોક્ટર અને સ્વાસ્થ્ય એક્સપર્ટના જણાવ્યા મુજબ દિવસમાં 3થી 3.5 લિટર પાણી પીવું જોઈએ. આનાથી શરીર સ્વસ્થ રહે છે અને કોઈ સમસ્યા પણ થતી નથી.

પાણી જ જીવન છે

વ્યક્તિના શરીરમાં લગભગ 60 ટકા ભાગમાં પાણીથી બનેલો હોય છે. પાણી પીવાથી બોડી હાઈડ્રેટેડ રહે છે અને શરીરના તમામ ટોક્સિક વસ્તુ બહાર નિકળી જાય છે.

આવી રસપ્રદ માહિતી માટે તમે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

કપડા પર હળદરનો ડાઘથી પરેશાન છો? અપનાવો આ ટિપ્સ