બોડી ડિટોક્સ માટે પીવો આ બીજનું પાણી


By Hariom Sharma03, Jun 2023 07:56 PMgujaratijagran.com

ખરાબ જીવનશૈલી અને ખરાબ ખાણી-પીણીના કારણે લોકોના શરીરમાં વિષાત્ક પદાર્થ એટલે કે ટોક્સિન્સ જમા થવા લાગે છે. આ માટે શરીરને ડિટોક્સ કરવા માટે આ બીજનું પાણી પીવું જોઇએ.

ધાણાના બીજ

પોષકતત્ત્વોથી ભરપૂર ધાણાના બીજનું પાણી ડિટોક્સ કરી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી ધાણા બીજ મિક્સ કરીને રાતે પલાળીને અથવા પાણીમાં આ બીજને ઉકાળીને ખાલી પેટ પી શકો છો.

ચિયા સિડ્સનું પાણી

એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચિયા સિડ્સ અડધો કલાક પલાળો.ત્યાર બાદ આ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને સેવન કરવાથી શરીરને ડિટોક્સ અને વેટ લોસ કરવામાં મદદ કરે છે.

વરિયાળીનું પાણી

શરીરની ગંદકી સાફ કરવા માટે વરિયાળાના પાણીનું સેવન ફાયદાકારક છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી રાત્રે પલાળી દો અથવા ઉકાળીને ખાલી પેટ પીવો.

અળસી બીજનું પાણી

એક ગ્લાસ પાણીમાં એક ચમચી અળસી બીજ મિક્સ કરીને રાત્રે પલાળી દો. સવારે આ પાણી ઉકાળીને ગાળી લો, આમા મધ અને લીંબુનો રસ મિક્સ કરીને ખાલી પેટ સેવન કરો.

મેથીના બીજનું પાણી

મેથીના બીજમાં ઘણા પોષકતત્ત્વો રહેલા હોય છે, જે બોડી ટોક્સિન્સ ઘટાડી શકે છે. આ માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી મેથી બીજ મિક્સ કરી રાત્રે પલાળી રાખો. સવારે આ પાણીને ગાળીને ખાલી પેટ પીવો.

કોળાના બીજ

રાત્રે કોળાના બીજને પાણીમાં પલાળી રાખો. સવારે ખાલી પેટ આ પાણીને ગાળીને પીવાથી બોડી ડિટોક્સ કરવામાં સરળ રહેશે. આ પાણીમાં લીંબુનો રસ અને મધ મિક્સ કરી શકો છો.

લો કેલેરી સ્નેક્સ, જે ઝડપથી ઉતારશે વજન