આજની જીવનશૈલીમાં તણાવ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, મનને શાંત રાખવા માટે કેટલાક હર્બલ પીણાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ.
કેમોમાઈલ ચા ફૂલોમાંથી બનાવવામાં આવે છે. તેને પીવાથી તણાવ ઓછો થાય છે. રાત્રે સૂતા પહેલા તેને પીવાથી મન શાંત થાય છે અને ઊંઘમાં સુધારો આવે છે.
તુલસીમાં રહેલા કુદરતી ગુણો ચિંતા અને થાક ઘટાડે છે. તેનો ઉકાળો પીવાથી મન શાંત અને હળવું લાગે છે અને વિચારવાની શક્તિ વધે છે.
લીંબુના પાનમાંથી બનેલી ચા મનને શાંત કરે છે. તેને પીવાથી ચીડિયાપણું ઓછું થાય છે અને મૂડ સુધરે છે.
અશ્વગંધા એક આયુર્વેદિક ઔષધિ છે, જે શરીર અને મનને સંતુલિત કરે છે. તેનો પાવડર દૂધમાં નાખીને પીવાથી ચિંતા ઓછી થાય છે અને શરીરને ઉર્જા મળે છે.
તજની ચાની સુગંધ અને હૂંફ મનને શાંત કરે છે. તેનું સેવન કરવાથી થાક દૂર થાય છે અને કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.
પાણીમાં ઉકાળેલી વરિયાળી પીવાથી પાચનક્રિયા સુધરે છે અને માનસિક તણાવ ઓછો થાય છે. તેને પીવાથી શરીર અંદરથી ઠંડુ પડે છે અને મન શાંત થાય છે.
આદુ અને મધનું મિશ્રણ તણાવ તેમજ શરીરનો થાક ઘટાડે છે. તેનું હુંફાળું પીણું પીવાથી તાજગી અને રાહત મળે છે.