ઉનાળામાં આ 4 પ્રકારના શરબત તમારા શરીરને રાખશે ઠંડુ અને સ્વસ્થ


By Smith Taral18, Apr 2024 04:04 PMgujaratijagran.com

ઉનાળામાં અતિશય ગરમીના કારણે શરીરની ઉર્જા ખૂબ જ ઝડપથી ઓછી થઈ જાય છે અને ડીહાઈડ્રેશન પણ ઘણું થાય છે. ઉનાળામાં સ્વસ્થ રહેવા માટે પુષ્કળ પાણી પીવુ જરુરી છે, આ સિવાય જ્યુસ અને શરબત પીને પણ તમે આ ઉનાળામાં શરીરને ઠંડક આપી શકો છો. આવો જાણીએ કેટલાક એવા શરબત વિશે જે શરીરને હાઈડ્રેટ રાખવામાં તમારી મદદ કરશે

બેલનો શરબત

જો તમે ઉનાળાની ઋતુમાં બેલનો શરબત પીવો ઘણો ફાયદેમંદ રહે છે અને તે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

કેવી રીતે બનાવવું

આ માટે બેલમાથી તેનો માવો કાઢી તેમાં ઠંડુ પાણી મિક્સ કરી એક કલાક માટે છોડી દો. હવે પલ્પને સારી રીતે મેશ કરો અને તેમાંથી બીજ અને રેસા કાઢી લો. છેલ્લે, શરબતને ફિલ્ટર કરો અને તેમાં બરફ અને ખજૂરની પ્યુરી ઉમેરીને સર્વ કરો

ગુલાબનો શરબત

ગુલાબનો પ્રકૃતિ ઠંડા હોય છે, જો તમે ઉનાળાની ઋતુમાં ગુલાબનો શરબત પીવો છો તો તે શરીરને તાજગી આપશે

દાડમનો રસ

તે ઘણા પોષક તત્વોથી ભરપૂર દાડમનો રસ આયર્નની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં તમે દાડમનું શરબત પણ પીવો ઘણો ફાયદાકારક છે

સત્તુ શરબત

ઉનાળાની ઋતુમાં શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે તમે સત્તુનું શરબત પીવો લાભદાયી છે. સત્તુમા ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, જે તમને દિવસ દરમિયાન ઉર્જાથી ભરપૂર રાખે છે

પેટ માટે સારું

સત્તુમા હાજર ફાઈબર પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે, અને આનો શરબત પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે

સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

ઘરમાં વિના ખર્ચે મચ્છરોથી કેવી રીતે છુટકારો મેળવશો?