Saunf Water Benefits: વરિયાળીનું પાણી પીવાના ફાયદા


By Vanraj Dabhi24, Jan 2025 05:33 PMgujaratijagran.com

ચરબી ઘટાડો

ચોક્કસ ઉંમર પછી ઘણા લોકોને પેટની ચરબી વધતી અટકાવવી મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને સ્ત્રીઓમાં પેટ અને કમરની આસપાસ ચરબી વધવાની સમસ્યા છે.

વરિયાળીનું પાણી

કમર અને પેટની આસપાસ જામી ગયેલી ચરબીને ઘટાડવી ખૂબ જ મુશ્કેલ કામ છે. પેટની ચરબી ઘટાડવા માટે તમે વરિયાળીમાંથી બનાવેલું આ ખાસ પીણું પી શકો છો.

ચરબી કેમ વધે છે?

આખો દિવસ બેસીને ડેસ્ક જોબ કરવા, કસરત ન કરવી અને પોતાના આહારનું ધ્યાન ન રાખવાથી પેટની ચરબી વધે છે.

વજન ઘટાડવા

બહાર નીકળતું પેટ ઓછું કરવા માટે તમે વરિયાળીનું પાણી પી શકો છો. રોજ સવારે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાથી તમારું વજન ઘટશે અને કમર અને પેટમાં જમા થયેલી ચરબી ઓછી થશે.

આ રીતે બનાવો

એક વાસણમાં અડધો લિટર પાણી ઉકળો અને તેમાં એક ચમચી વરિયાળી ઉમેરો પછી પાણી એક કપ જેટલું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકળી તેને ગાળી લો.

સેવન કરો

હવે તેમાં એક લીંબુનો રસ નીચોવીને પીવો.

પેટની ચરબી ઘટાડવાના નુસખા

ડાયેટરી ફાઇબરની સાથે વરિયાળીમાં એવા તત્વો જોવા મળે છે જે તમારા શરીરના મેટાબોલિઝમને વધારે છે, જે વજન ઓછું કરે છે.

આ ફાયદાઓ થશે

વરિયાળીનું સેવન કરવાથી પાચનશક્તિને વધે છે, શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

1 અઠવાડિયા સુધી દરરોજ 5 બદામ ખાવ, જુઓ ચમત્કાર