બદામમાં ફાઇબર, પ્રોટીન, મોનોસેચ્યુરેટેડ ફેટ્સ, પોલીસેચ્યુરેટેડ ફેટ્સ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને વિટામિન ઇ જેવા પોષક તત્વો જોવા મળે છે. જો તમે 1 અઠવાડિયા સુધી દરરોજ 5 બદામનું સેવન કરો છો તો તમને સ્વાસ્થ્યલક્ષી અનેક ફાયદાઓ થઈ શકે છે.
બદામમાં મોનોસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જે સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરે છે.
બદામમાં મેગ્નેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
જો તમને વસ્તુઓ ક્યાં રાખી છે તે ભૂલી જવાની સમસ્યા હોય તો આ માટે તમે બદામનું સેવન કરી શકો છો. તેમાં રહેલું વિટામિન E તમારી યાદશક્તિ વધારી શકે છે.
બદામમાં ભરપુર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. જે લોકો નાની નાની વાત પર તણાવમાં રહે છે તેમણે એક અઠવાડિયા સુધી દરરોજ 5 બદામ ખાવી જોઈએ.
બદામમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ માટે તમારે દરરોજ તમારા આહારમાં 5 બદામનો સમાવેશ કરવો જોઈએ.