શું તમે ભેળસેળવાળુ લાલ મરચા તો નથી ખાતાને? આ રીતે કરો અસલી અને નકલીની ઓળખ


By 26, Feb 2023 03:53 PMgujaratijagran.com

ભેળસેળનો ડર

બજારમાં મળતા લાલ મરચાના પાઉડરમાં ભેળસેળનો હંમેશા ડર રહેતો હોય છે.

શેની ભેળસેળ થાય છે

દરેલા લાલ મરચામાં આર્ટિફિશિયલ કલર, ઈંટનો ભૂક્કો, લાલ રેતની ભેળસેળ થતી હોય છે, જે સ્વાસ્થ માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે.

શરીર માટે હાનિકારક

દરેલા લાલ મરચા વગર કોઈ જ સ્વાદિષ્ટ ડિશની આપણે કલ્પના કરી શકીએ નહીં. આ સંજોગોમાં નકલી એટલે કે ભેળસેળવાળા લાલ મરચાના સેવનથી નુકસાન થઈ શકે છે.

ભેળસેળને કેવી રીતે પકડશો

અમે તમને કેટલીક સરળ ટિપ્પ આપી રહ્યા છીએ, કે જે તમને અસલી અને નકલી લાલ મરચા પાઉડરની ઓળખ કરવામાં મદદરૂપ બનશે

આ પ્રયોગ કરો

સૌથી પહેલા પાણીનો અડધો ગ્લાસ ભરો, તેમા એક ચમચી લાલ મરચાનો પાઉડર નાંખો.

આ રીતે ઓળખ થશે

ત્યારબાદ ગ્લાસમાંથી પાણી કાઢી લો અને પલડેલા મરચા પાઉડરને હથેળી પર લો અને સામાન્ય પ્રમાણમાં રગડો. જો કિરકિરાપણાનો અહેસાસ થાય તો સમજવું કે તે ભેળસેળવાળુ છે.

ઈંટના ચૂરાની ભળસેળ આ રીતે પકડો

એક વાટકામાં લાલ મરચાનો પાઉડર નાંખો. જો પાઉડરમાં ઈંટના ચૂરાનું મિશ્રણ છે તો તે વાટકામાં પાણીની નીચે બેસી જશે

સ્ટાર્ચનું પ્રમાણ

જો તમારે લાલ મરચામાં સ્ટાર્ચનું પ્રમાણ તપાસવું હોય તો 1 કપ પાણીમાં થોડા પ્રમાણમાં લાલ મરચુ લો. ત્યારબાદ આ પલડેલા મરચાને હથેળી પર રાખીને જુઓ, જો તેમા ચિકણાપણું હોય તો તે ભેળસેળવાળુ છે.

High Protein Foods: પ્રોટીનની ઉણપ પૂરી પાડશે આ ફૂડ, ડાયેટમાં સામેલ કરો