કેન્સર એક જીવલેણ બીમારી છે અને તેના અનેક પ્રકાર હોઈ શકે છે. જે પૈકી કિડની કેન્સર પણ એક છે. કિડની આપણા શરીરના અગત્યના અંગ પૈકીનું એક છે. કિડની કેન્સરને સાઈલેન્ટ કિલર પણ કહેવામાં આવે છે.
આજે અમે આપને કિડની કેન્સર સાથે સંકળાયેલા કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું, જેને તમારે ક્યારેય ઈગ્નોર ના કરવા જોઈએ. તો ચાલો આ સંકેતો વિશે વિગતવાર જાણીએ, જેથી આપને યોગ્ય જાણકારી મળી રહે...
જો તમને વારંવાર તાવ આવતો હોય, તો તે નબળી રોગપ્રતિકારક શક્તિ ઉપરાંત કિડનીમાં કેન્સર હોવાની નિશાની પણ હોઈ શકે છે. આ સંકેતને અવગણવાથી તમારી તબિયત બગડી શકે છે.
જો તમારું વજન અચાનક અને કારણ વગર ઓછું થઈ રહ્યું હોય, તો તમારે આ સંકેતને અવગણવો ન જોઈએ. આ સીધો કિડનીમાં કેન્સર હોવા તરફ ઈશારો કરે છે, અને આવા કિસ્સામાં તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
પેશાબના રંગમાં ફેરફાર થવો એ કિડનીમાં કેન્સર હોવાનું સૂચવી શકે છે. જેને અવગણવું તમને ભારે પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
કામ કર્યા પછી થાક લાગવો સામાન્ય છે, પરંતુ જો તમને કોઈ કારણ વગર થાક લાગતો હોય, તો તે સામાન્ય નથી. આ કિડનીમાં કેન્સર હોવા તરફ ઈશારો કરે છે.
ભૂખ ઓછી લાગવાના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં કિડની કેન્સર પણ સામેલ છે. આ માટે ડોક્ટરનો સંપર્ક કરો અને તાત્કાલિક સારવાર કરાવો.
જો કિડનીની આસપાસ હળવો દુખાવો થતો હોય, તો આ દુખાવો કિડની કેન્સર સાથે સંકળાયેલો હોઈ શકે છે. આ સંકેતને અવગણવાથી તમારી તબિયત બગડી શકે છે.