સ્વસ્થ અને ફિટ રહેવા માટે સ્વસ્થ આહાર લેવો ખૂબ જ મહત્વનો છે. સ્વસ્થ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આવી સ્થિતિમાં, આપણે નિષ્ણાતો પાસેથી જાણીશું કે, કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માટે કયો ખોરાક ફાયદાકારક છે.
ન્યૂટ્રિશનિસ્ટ અંજલિ મુખર્જીના મતે, 'આપણો આહાર શરીરમાં બનતા ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને અસર કરે છે, જેનાથી રોગોનું જોખમ રહેલું છે. આવી સ્થિતિમાં, તેમાંથી રાહત મેળવવા માટે સ્વસ્થ આહાર ખુબજ જરૂરી છે અને આ માટે તમે ધાણા ફુદીનાની ચટણી પણ ખાઈ શકો છો.'
આપણો આહાર આપણા શરીરમાં બનતા ખરાબ કોલેસ્ટ્રોલની માત્રાને અસર કરે છે, જેના કારણે નસોમાં ચરબી જમા થાય છે. જેનાથી હૃદય સંબંધિત અને અન્ય ગંભીર બિમારીઓનું જોખમ જોવા મળે છે.
ધાણા અને ફુદીનાની ચટણી માટે, 50 ગ્રામ ધાણા, 20 ગ્રામ ફુદીનો, 20 ગ્રામ લસણ, 15 ગ્રામ અળસીનું તેલ, 10 મિલી લીંબુનો રસ, 15 ગ્રામ ઇસબગુલ, જરૂરીયાત પ્રમાણે લીલા મરચાં અને પાણી લો.
કોલેસ્ટ્રોલને ઘટાડતી આ ચટણી બનાવવા માટે, તમામ સામગ્રીને એકસાથે મિક્સ કરો અને પછી તેની પેસ્ટ બનાવો. આ ચટણી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ફાયદાકારક છે.
ધાણા અને ફુદીનો, આયુર્વેદિક ઔષધિઓમાંની એક, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેને ખાવાથી પાચન સુધરે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરુપ નિવડે છે.
લસણના ઘણા સ્વાસ્થ્ય લાભો જોવા મળતા હોય છે. તેનું સેવન કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરુપ થાય છે.
ઇસબગુલનું સેવન કબજિયાતથી રાહત આપે છે અને આંતરડાની ગતિ સરળ બનાવે છે. જે પાચનમાં સુધારો કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
અલસીના બીજ અને તેના તેલમાં સારી માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ જોવા મળે છે. આ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ધાણા અને ફુદીનાની ચટણીનું સેવન કરી શકાય છે. આવી વધુ સ્વાસ્થ્યને લગતી માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.