શનિવારે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે


By Pandya Akshatkumar2023-05-12, 15:24 ISTgujaratijagran.com

શનિદેવ છે ક્રોધિત ગ્રહ

શનિદેવને હિન્દુ ધર્મમાં ખૂબ ક્રોધિત ગ્રહ માનવામાં આવ્યાં છે. શનિવાર તેમનો દિવસ છે, શાસ્ત્રમાં અમુક વસ્તુઓ આ દિવસે ન ખરીદવી જોઈએ.

સરસવનું તેલ

શનિવારે ભૂલથી પણ સરસવનું તેલ ન ખરીદવું જોઈએ. આમ કરવાથી ઘરમાં બિમારીઓ આવી શકે છે.

લોખંડનો સામાન

શનિવારે લોખંડની વસ્તુ ન ખરીદવી જોઈએ. આમ કરવાથી શનિદેવનો પ્રભાવ વધે છે અને તમને અશુભ પરિણામ ભોગવવા પડી શકે છે.

મીઠુ ન ખરીદો

શનિવારના દિવસે મીઠુ ખરીદવુ શનિની નકારાત્મક અસર પેદા કરી શકે છે. દેવુ વધી શકે છે.

કાળા તલ

કાળા તલ શનિવારે શનિદેવને ચઢાવવામાં આવે છે આ દિવસે કાળા તલ ખરીદવા ન જોઈએ.

ઝાડુ

શનિવારના દિવસે ઘરમાં ઝાડુ ન ખરીદવું જોઈએ. તેનાથી જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

આશરે 500 લિસ્ટેડ કંપનીના નફા પર મોંઘવારીની અસર