પૈસાની તંગી દૂર કરવા માટે અપનાવો તુલસીના આ અચૂક ઉપાય, થઈ જશો માલામાલ


By Sanket M Parekh2023-05-10, 16:14 ISTgujaratijagran.com

હનુમાનજીને ચઢાવો

આર્થિક તંગીથી બચવા માટે તુલસીના 11 પત્તાને સૂકવીને તેના પર સરસવનું તેલ અને નારંગી સિંદૂરથી રામ લખો. જેની માળા બનાવીને હનુમાનજીને અર્પણ કરો.

પર્સમાં રાખો

તુલસીના પત્તાને લાલ રંગના કપડામાં બાંધીને તમારા પર્સ અથવા તિજોરીમાં રાખી લો. આવું કરવાથી પૈસાની આવક વધે છે અને પરિવાર સમૃદ્ધ થાય છે.

કંકાશ દૂર કરવા માટે

તુલસીના 4-5 પત્તા તોડીને સાફ કરીને જળથી ભરેલા પિત્તળના લોટામાં નાંખી દો. આ જળને ઘરના દરવાજા સહિત અન્ય સ્થળો પર છંટકાવ કરો.

દીવો કરો

ધન લાભના ઉપાય અજમાવી રહ્યા હોવ, તો સાંજના સમયે નિયમિત તુલસીના છોડ નજીક ઘીનો દીવો અવશ્ય પ્રકટાવવો જોઈએ.

લોટનો દીવો

શુક્રવારના દિવસે તુલસીના છોડ નજીક લોટ અને ઘીથી બનેલો દીવો પ્રગટાવો. જેથી તમને જલ્દી ધન લાખ થઈ શકે છે.

ગંગાજળનો છંટકાવ

ગંગાજળમાં તુલસીના પત્તા મિલાવીને આખા ઘરમાં તેનો છંટકાવ કરો. આવું કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિનો વાસ બન્યો રહેશે.

વિષ્ણુજીને અર્પણ કરો

ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો, જેથ તમે ધન સબંધિત પરેશાનીમાંથી છૂટકારો મળશે.

WTOની બેઠકમાં ઈ-કોમર્સ પરની કસ્ટમ ડ્યુટી હટાવવા નિર્ણય લેવાશે