Turmeric Water: શું હળદરનું પાણીથી વજન ઘટે છે?


By Sanket M Parekh29, Oct 2024 03:48 PMgujaratijagran.com

ડેઈલી ડાયટ

હળદરનું પાણી કેટલાક લોકોની ડેઈલી ડાયટમાં સામેલ હોય છે. જેનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે. જ્યારે કેટલાક લોકો વજન ઉતારવા માટે હળદરનું પાણી પીતા હોય છે.

વજન ઉતરશે

શરીરનું વધારે પડતું વજન કોઈને ગમતું નથી હોતુ, તો ચાલો જાણીએ શું ખરેખર હળદરનું પાણી પીવાથી વજન ઓછું થઈ શકે છે?

હળદરનું પાણી

હળદરના પાણીમાં અનેક પોષક તત્વો મળી આવે છે. જેના કારણે તેનાથી વજન ઉતરી શકે છે. હકીકતમાં હળદર પોષક તત્વોથી ભરપુર હોય છે.

મેટાબૉલિઝમ મજબૂત

હળદરનું પાણી પીવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે. જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે અને ફરીથી વજન વધતુ નથી.

વજન ઘટશે

મેટાબોલિઝમ મજબૂત થવાથી વજન ઘટાડી શકાય છે. જે લોકોનું મેટાબોલિઝમ સ્લો હોય છે, તેમનું વજન વધતુ રહે છે.

1 ગ્લાસ પાણી પીવો

વજન ઘટાડવા માટે દરરોજ એક ગ્લાસ હળદરનું પાણી પીવું જોઈએ. એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી હળદરનો પાવડર મિક્સ કરીને તે પાણીને ઉકાળો પછી ગાળ્યા બાદ પી જાવ.

હળદરનું પાણી પીવાનો સમય

વજન ઘટાડવા માટે હળદરના પાણીનું સેવન ખાલી પેટ કરવું જોઈએ. આ સમય હળદરના પાણી પીવા માટે શ્રેષ્ઠ સમય છે.

45 વર્ષની ઉંમરમાં જીમ કર્યા વિના વજન ઓછું કરો, વિદ્યા બાલન પાસે લો ટીપ્સ