પાલક એક સામાન્ય પરંતુ અત્યંત પૌષ્ટિક શાકભાજી છે, જે આપણા રોજિંદા ખોરાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. શિયાળામાં પાલકના લીલા, તાજા પાન બજારમાં સરળતાથી મળે છે, પરંતુ તેનો સ્વભાવ ઠંડો છે કે ગરમ તે વિશે ઘણા લોકોમાં પ્રશ્ન થાય છે.
આયુર્વેદ અનુસાર પાલકનો સ્વભાવ “ઠંડો” છે. તે શરીરમાં ગરમી ઘટાડે છે અને શાંત અસર આપે છે. પાલકમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે શરીરમાં ઠંડક લાવે છે. ઉનાળામાં પાલક ખાવાથી તરસ અને ગરમીમાં રાહત મળે છે, તેથી તે ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ફાયદાકારક ગણાય છે.
શિયાળામાં હવામાન પોતે ઠંડુ હોય છે, તેથી પાલક જેવી ઠંડી સ્વભાવની વસ્તુ ખાવાથી શરીરમાં કફ અથવા ઠંડક વધે તે શક્ય છે. એથી, પાલક ખાવા સમયે તેમાં આદુ, લસણ, કાળી મરી, હીંગ અથવા ઘી ઉમેરવાથી સંતુલન રહે છે.
પાલકને “પાવર હાઉસ ઑફ ન્યુટ્રીશન” કહેવાય છે, કારણ કે તેમાં ઘણા અગત્યના પોષક તત્વો હોય છે. આયર્ન ,ફોલેટ અને વિટામિન C, કેલ્શિયમ અને મેગ્નેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો રહેલા છે.
પાલકને તમે અનેક રીતે ઉપયોગમાં લઈ શકો છો, પાલક પનીર અથવા પાલક આલુ શાક, પાલકનું સૂપ, પાલક પરાઠા અથવા થેપલા, પાલકનો રસ અથવા સ્મૂધી.
કાચા પાલકના પાંચ પાન રોજ સવારે ચાવવાથી પણ લાભ થાય છે. આ રીતે પાલકને રોજિંદા ખોરાકમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યમાં અનેક રીતે સુધારો થાય છે.
વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.