શું દાડમ ખાવાથી શુગર લેવલ વધે છે, જાણો શું કહે છે નિષ્ણાતો


By Vanraj Dabhi06, Mar 2024 01:57 PMgujaratijagran.com

ડાયાબિટીસમાં દાડમ

ઘણીવાર ડાયાબિટીસના દર્દીઓને પ્રશ્ન થાય છે કે દાડમ કે દાડમનું જ્યુસ પીવું જોઈએ કે નહીં. શું આ સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી? જાણો શું કહે છે નિષ્ણાતો

દાડમના ગુણધર્મો

દાડમ એક એવું ફળ છે જે તેના એન્ટિ-ડાયાબિટીક ગુણોને કારણે શુગરને નિયંત્રિત કરવામાં ખૂબ જ ફાયદાકારક છે.

શું દાડમ શુગર વધારે છે?

તમને જણાવી દઈએ કે દાડમના દાણા ખાવાથી બ્લડ સુગર વધતું નથી.

પોષક તત્વો

દાડમમાં આયર્ન, વિટામીન B અને C તેમજ ફાઈબર, ઓમેગા-6 ફેટી એસિડ, પોટેશિયમ, ઝિંક પણ હોય છે.

દાડમમાં ફાઇબર

ડાયેટિશિયનના જણાવ્યા અનુસાર દાડમના બીજમાં ફાઈબર પણ હોય છે, જેનાથી શુગર લેવલ વધતું નથી.

એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો

દાડમના દાણા ડાયાબિટીક વિરોધી છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે ડાયાબિટીસ-2ના જોખમને ઘટાડે છે.

જ્યુસ ન પીવો

ડાયાબિટીસના દર્દીઓએ દાડમનો રસ પીવાનું ટાળવું જોઈએ, કારણ કે તેમાં ખાંડ નાખવાથી ખતરનાક બની શકે છે.શરીરમાં શુગર લેવલ અચાનક વધી જાય છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દરરોજ પપૈયા ખાવાના ફાયદા