દરરોજ પપૈયા ખાવાના ફાયદા


By Vanraj Dabhi06, Mar 2024 12:50 PMgujaratijagran.com

પપૈયાનું સેવન

પપૈયું એક એવું ફળ છે જેમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે. ચાલો આજે જાણીએ કે તેનું દરરોજ સેવન કરવાથી ક્યાં ફાયદા મળે છે.

પાચન તંત્ર સ્વસ્થ રાખે

પપૈયામાં હાજર પપૈન નામનું તત્વ પાચનક્રિયા સુધારવામાં મદદરૂપ છે. તેનું રોજ સેવનથી કબજિયાત, ગેસ,એસિડિટી વગેરેમાં રાહત મળે છે અને પેટ સાફ રહે છે.

ત્વચા માટે ફાયદાકારક

પપૈયામાં હાજર વિટામિન A, E વગેરે ત્વચાને યુવાન રાખવામાં અસરકારક છે.

વાળને સ્વસ્થ રાખે

પપૈયામાં રહેલું વિટામિન A માથાની ચામડી માટે ખૂબ જ ફાયદાકારક છે.

હાડકાં મજબૂત બનાવે છે

કેલ્શિયમથી ભરપૂર પપૈયુંનું રોજ સેવન કરવાથી વૃદ્ધાવસ્થામાં હાડકાની સમસ્યા ઓછી થાય છે.

હૃદયને સ્વસ્થ રાખે

વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર માત્રામાં પપૈયું રોજ ખાવાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે.

કેન્સર વિરોધી ગુણો ધરાવે છે

પપૈયામાં કેન્સર વિરોધી ગુણ હોવાથી તેનું રોજ સેવન કરવું જોઈએ, જે તમને કેન્સરના જોખમોથી બચાવી શકે છે.

ખાવાનો યોગ્ય સમય

પપૈયા સેવન કરવાનો શ્રેષ્ઠ સમય સવારે ખાલી પેટ માનવામાં આવે છે. રાત્રે કે સાંજના સમયે તેનું સેવન ટાળવું જોઈએ.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય સ્વાસ્થ્ય સંબંધિત માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

દ્રાક્ષનું જ્યુસ પીવાથી શરીરને શું ફાયદો થાય છે? જાણી લો