શું ઈંડું ખાવાથી કૉલેસ્ટ્રોલ વધે છે? જાણો આ લેખમાં


By Kajal Chauhan14, Nov 2024 03:48 PMgujaratijagran.com

ઈંડામાં રહેલા પોષકતત્વો

ઈંડામાં વિટામિન ઈ અને બીની સાથે આર્યન, પ્રોટીન, હેલ્દી ફેટ અને કેલ્શિયમના ગુણ રહેલા હોય છે.

ઈંડું ખાવાથી કૉલેસ્ટ્રોલ વધે છે ?

ઈંડાના પીળા ભાગમાં કોલેસ્ટ્રોલ વધારે હોય છે. તમે તેનું અમુક મર્યાદા સુધી સેવન કરી શકો છો. તેમાં ગુડ કોલેસ્ટ્રોલ પણ હોય છે.જે શરીર માટે ફાયદાકારક છે.

1 દિવસમાં કેટલા ઈંડા ખાવા ?

તમારે એક દિવસમાં પીળા ભાગ સાથે 2 ઈંડા ખાઈ શકો છો. પરંતુ જો તમારું પહેલાથી જ કોલેસ્ટ્રોલ વધેલું છે તો તમારે એક જ ઈંડુ ખાવું જોઈએ.

ઈંડા કેવી રીતે ખાવા ?

કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે તેલ અથવા બટર સાથે ફ્રાઈ કરીને ન ખાવા જોઈએ. તેને પાણીમાં બાફીને ખાવા વધારે હિતાવહ છે.

આંખો માટે

ઈંડામાં લ્યુટિન એન્ટી ઓક્સિડેન્ટ હાજર હોય છે. તેનું સેવન કરવાથી રેટિનાને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

મગજને સ્વસ્થ રાખે

મેમરી પાવર વધારવા માટે તમે ઈંડાનું સેવન કરી શકો છો. તે માટે તમારે રોજ એક ઈંડાનું સેવન કરવું જોઈએ.

જાયફળનું પાણી પીવાથી શું ફાયદા થાય છે?