શું કોલ્ડ્રીંક્સ પીવાથી બ્લડ પ્રેશર વધે છે? સત્ય જાણો


By Vanraj Dabhi01, Jun 2025 05:19 PMgujaratijagran.com

કોલ્ડ્રીંક્સનું સેવન

ઉનાળામાં લોકોને કોલ્ડ્રીંક્સ પીવાનું ગમે છે, તેનાથી તેમને ગરમીથી રાહત મળે છે. પણ શું કોલ્ડ્રીંક્સં પીવાથી બ્લડ પ્રેશર વધી શકે છે?

બ્લડ પ્રેશર કેવી રીતે વધે છે?

કોલ્ડ્રીંક્સમાં રહેલ ખાંડ શરીરમાં ઇન્સ્યુલિન અને વજન વધારે છે. આ ધમનીઓને અસર કરે છે અને બ્લડ પ્રેશર ધીમે ધીમે વધવા લાગે છે.

ડાયેટ ડ્રિંક્સ પણ ખતરનાક છે

ડાયેટ કોલ્ડ ડ્રિંક્સમાં કૃત્રિમ સ્વીટનર્સ હોય છે, જે મેટાબોલિઝમને બગાડી શકે છે. સંશોધન દર્શાવે છે કે આનાથી બ્લડ પ્રેશર વધવાનું જોખમ પણ વધે છે.

વધુ કોલ્ડ ડ્રિંક જોખમ વધારે છે

સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરરોજ એક કરતાં વધુ કોલ્ડ ડ્રિંક પીવાથી હાઈ બ્લડ પ્રેશરનું જોખમ લગભગ 8 ટકા વધી શકે છે.

કિશોરો પર ઊંડી અસર

જ્યારે બાળકો અને કિશોરો વધુ કોલ્ડ્રીંક્સં પીવે છે, ત્યારે તેમનું બ્લડ પ્રેશર ધીમે ધીમે વધે છે. લાંબા ગાળે આ આદત હાઈ બીપીનું કારણ બની શકે છે.

સ્થૂળતા અને બ્લડ પ્રેશર

કોલ્ડ્રીંક્સં વજન વધારે છે અને વધેલા વજનથી બ્લડ પ્રેશર પણ વધે છે. આ બંને મળીને હૃદય રોગનું જોખમ વધારે છે.

કોલ્ડ્રીંક્સનું મર્યાદિત સેવન

જ્યારે લોકોએ કોલ્ડ્રીંક્સં પીવાનું છોડી દીધું, ત્યારે તેમના બ્લડ પ્રેશરમાં સુધારો જોવા મળ્યો. ઓછી માત્રામાં તેનું સેવન કરવાથી શરીરમાં સંતુલન જળવાઈ રહે છે.

પીણાંની સારી પસંદગીઓ કરો

મીઠા કે ડાયેટ ડ્રિંક્સ ને બદલે લીંબુ પાણી, નારિયેળ પાણી કે સાદું પાણી પીવો. આ પીણાં તમને હાઇડ્રેટ તો કરે જ છે પણ તમારા બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખે છે.

1 મહિનામાં લાંબા વાળ માટે લગાવો આ પાંચ વસ્તુઓ