1 મહિનામાં લાંબા વાળ માટે લગાવો આ પાંચ વસ્તુઓ


By Nileshkumar Zinzuwadiya01, Jun 2025 04:56 PMgujaratijagran.com

આંબળા અને લીંબુ લગાવો

આંબળા અને લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન-C રહેલા હોય છે. વિટામીન-C વાળના ગ્રોથ માટે સારા માનવામાં આવે છે

આંબળા અને લીંબુ કેવી રીતે લગાવશો

આંબળા અને લીંબુને પીસીને એક સારું પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળ પર લગાવો. તેને સપ્તાહમાં એક વખત લગાવો. તેનાથી વાળનો ગ્રોથ સારો થવા લાગશે

કેળા અને ઈંડા લગાવો

કેળા અને ઈંડા લગાવવાથી વાળનો ગ્રોથ થાય છે. તે સાથે વાળ ચમકીલા બને છે

મેથી લગાવો

મેથીને પીસીને વાળમાં લગાવવાથી વાળ લાંબા અને ચમકદાર બને છે. તેને સપ્તાહમાં 2 વખત લગાવો

એલોવેરા અને ડુંગળીનો રસ

એલોવેરા અને ડુંગળીનો રસ બન્ને વાળના ગ્રોથ માટે ખૂબ જ સારો માનવામાં આવે છે, તે વાળની સમસ્યા દૂર કરે છે

નારિયેળ તેલ અને કઢી પત્તા

1 મહિનામાં લાંબા વાળ માટે નારિયેળ તેલ અને કઢી પત્તા મિક્સ કરી લગાવો. તેનાથી વાળનો ગ્રોથ સારો થાય છે

રાત્રે ખીચડી ખાવાના શું ફાયદા છે?