આ વાતમાં કોઈ શંકા નથી કારણ કે કારેલા આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ શાકભાજી છે. પરંતુ તે કેટલાક લોકો માટે હાનિકારક પણ હોઈ શકે છે.
નિષ્ણાતોના મતે જે લોકો ડાયાબિટીસ ટાઇપ 1થી પીડિત છે તેમના માટે કારેલાનું શાક અથવા તેના જ્યુસનું સેવન કરવું સારું માનવામાં આવતું નથી.
કારેલાનું સેવન અચાનક બ્લડ સુગરને ઘટાડી શકે છે. જેના કારણે નબળાઈ કે ચક્કર આવવાની શક્યતા વધી જાય છે.
મહિલાઓએ ગર્ભાવસ્થામાં કારેલાનું સેવન ન કરવું જોઈએ. કારણ કે તે તમારા ગર્ભાશયને અસર કરી શકે છે.
કારેલામાં ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે તેથી જે લોકો તેનું સેવન કરે છે તેમને કિડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે.
જો તમે કોઈ વધારે નુકસાન કર્યા વગર કારેલામાં રહેલી કડવાશને ઓછી કરવા ઈચ્છો તો તમારે તેને યોગ્ય રીતે રાંધવા પડશે.
આ માટે કારેલાને સારી રીતે ધોઈ લો અને તેના બીજ કાઢી લો. કારણ કે બીજ ખૂબ જ કડવા હોય છે. તમે તેમાં વધુ ડુંગળી ઉમેરી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.