ઘણા લોકો સ્ટાઇલિશ લુક માટે વાળમાં હેર જેલ લગાવે છે, જેનાથી તેમના વાળ આકર્ષક લાગે છે. પરંતુ શું હેર જેલ લગાવવું વાળ માટે સલામત છે? ચાલો જાણીએ અભ્યાસ શું કહે છે.
હેર જેલ એક સ્ટાઇલિંગ પ્રોડક્ટ છે, જે વાળને ચોક્કસ આકારમાં રાખે છે. તે જેલમાં હાજર પોલિમરથી બનેલું છે જે વાળને કડક અને ચમકદાર બનાવે છે.
સીધી રીતે નહીં. હજુ સુધી કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી કે, હેર જેલ લગાવવાથી વાળ ખરવાનું કારણ બને છે.
જો હેર જેલ વધુ પડતુ અથવા ખૂબ લાંબા સમય સુધી લગાવવી રાખવા અને માથાની ત્વચા સાફ ન કરવામાં આવે તો, માથાની ચામડી પર જામેલી ગંદકી વાળના મૂળને નબળા બનાવી શકે છે.
જો તમે જેલ લગાવ્યા પછી રોજ વાળ ન ધોવા કે જેલને આખી રાત વાળમાં રહેવાથી ત્વચામાં બળતરા અને ખોડો થઈ શકે છે. આ સમસ્યાઓ વાળ ખરવાનું કારણ બની શકે છે.
હલકી ગુણવત્તાવાળા હેર જેલમાં સસ્તા રસાયણો હોઈ શકે છે, જે માથાને નુકસાન પહોંચાડી શકે છે. સારા બ્રાન્ડ અને આલ્કોહોલ-મુક્ત જેલનો ઉપયોગ કરવો સલામત છે.
જેલની સાથે વાળની સંભાળ પણ મહત્વપૂર્ણ છે. તેલ લગાવવું, યોગ્ય શેમ્પૂનો ઉપયોગ કરવો અને સંતુલિત આહાર વાળને મજબૂત રાખે છે.