ઘણી વખત આપણા ધ્યાનમાં આવતુ હશે કે માનવી સાથે ફ્રેન્ડલી રહેતા કુતરા ચાલુ ગાડીઓ પાછળ આક્રમક બનીને દોડ લગાવતા હોય છે
સામાન્ય રીતે બાઈક અથવા તો ચાલુ ગાડી પાછળ કુતરા દોડતા જોવા મળે છે
ચાલુ ગાડી અથવા બાઈક પાછળ દોડવા માટે અનેક કારણો હોઈ શકે છે, પણ આમ કરવા પાછળ તેમનો સ્વભાવ મુખ્ય કારણ હોય છે
કુતરા તેમના રહેવાની જગ્યાને પોતાને રહેવાની જગ્યા એટલે કે વિસ્તાર તરકે ચિન્હિત કરે છે. તે સમયે કુતરા તે વિસ્તારની ગાડીઓ અથવા અન્ય જગ્યા પર પેશાબ કરી વિસ્તાર પર પોતાનું પ્રભૂત્વ સ્થાપિત કરે છે
તમારી ગાડીથી આવી રહેલી અન્ય વિસ્તારના કુતરાઓની ગંધથી વિસ્તારમાં ઘૂસણખોરીનો આભાસ થાય છે અને તે હાકી કાઢવા પ્રયત્નશીલ બને છે
અન્ય એક કારણ એવું પણ બની શકે છે કુતરા પોતાના સ્વભાવ સાથે જોડાયેલ હોય છે,જે તેમના પૂર્વજો પાસેથી વારસામાં મળેલ હોય છે
ઝડપભેર પોતાની તરફ આવી રહેલી ગાડીઓથી તેમનામાં શિકારનો પીછો કરવાની વૃત્તિ જાગૃત થઈ જાય છે
આ ઉપરાંત કુતરા અવાજ કે ઘોંઘાટ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. ગાડી આવવાથી અવાજ તેમને ટ્રગર કરે છે.
માટે તમે કુતરાઓની આ હરકત મોટાભાગે રાત્રીના સમયમાં જોતા હશો, કારણ કે રાત્રીના સમયે તેઓ એક્ટિવ થઈ જાય છે અને રાત્રીના સમયે ઝડપભેર આવતા વાહનોનો અવાજ ઘણો વધી જાય છે, જ્યારે દિવસમાં તે અન્ય અવાજમાં દબાઈ જા