રિંગણા રસોઇઘરમાં અવાર-નવાર બનતું શાક છે. આનો સ્વાદ મોટા ભાગના લોકોને પસંદ નથી આવતો.
છતાં પણ રિંગણાનું શાક અને ઓળો આખી દુનિયામાં ફેમસ છે.
રિંગણામાં સ્વાસ્થ્યના ઘણાં ફાયદા છૂપાયેલા છે, આ જ કારણ છે કે તેને રોજ ડાયટમાં સામેલ કરવું જોઇએ.
તમને જણાવી દઇએ કે સ્વાસ્થય માટે રિંગણા ખૂબજ ફાયદાકાર શાકભાજી છે.
રિંગણામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ રહેલું છે, જેનાથી આપણાં શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવે છે.
રિંગણામાં કેલરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જેનાથી વજન અને કોલેસ્ટ્રોલને ઓછું કરવાની સાથે હૃદય તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
એવામાં હાર્ટ અટેક, હાર્ટ ફેલીયર, કોરોનરી આર્ટરી બીમારી અને ટ્રિપલ વેસલ ડિસીજ જેવી જીવલેણ બીમારીઓ સામે રક્ષણ મળે છે.
ડાયાબિટીસના દર્દીઓએ રોજ ડાયેટમાં રિંગણાને ચોક્કસ ખાવા જોઇએ કારણ કે ફાયબરનો મોટો સોર્સ છે, જેથી ડાયજેશન સારું રહે છે.
ફાયબર હોવાના કારણે શુગરનું પાચન સારું અને એબ્જૉર્બશન ધીમું પડે છે.