પપૈયું અનેક ગુણોથી ભરેલું છે, તેથી તેનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.પરંતુ શું તમે જાણો છો કે પપૈયાના બીજ ખાવાથી પણ શરીરને અનેક ફાયદા મળી શકે છે.
તેમાં ફાઈબર,હેલ્ધી ફેટ,પ્રોટીન,કેલ્શિયમ,મેગ્નેશિયમ,આયર્ન,વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.
પપૈયાના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે.તેથી તેનું સેવન કરવાથી પાચનક્રિયાને મજબૂત બનાવવામાં મદદ મળે છે.
પપૈયાના બીજનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરવામાં મદદ મળે છે.
મહિલાઓને માસિક દરમિયાન ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.આ તકે પપૈયાના બીજ ખાવાથી પેટના દુખાવામાં થોડી રાહત મળી શકે છે.
પપૈયાના બીજ વિટામિન સી અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે,તે સંધિવાથી થતા સોજાને ઘટાડવામાં મદદ કરે છે.
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમે આહારમાં પપૈયાના બીજનો સમાવેશ કરી શકો છો.
સૌથી પહેલા પપૈયાના બીજને સૂકવીને તેને પીસીને પાવડર બનાવીને આ પાવડરને ભોજન,સ્મૂધી કે સલાડમાં નાખીને સર્વ કરો.
પપૈયાના બીજનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ.સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.