આ લોકોએ કારેલા ન ખાવા જોઈએ,જાણો તેનું સેવન કરવાથી શું નુકસાન થાય છે


By Vanraj Dabhi11, Apr 2024 01:05 PMgujaratijagran.com

કારેલા ન ખાવા

કારેલાનું સેવન સ્વાસ્થ્ય માટે રામબાણ માનવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો માટે તેનું શાક અને જ્યુસનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે, ચાલો જાણીએ.

ઝાડા

કારેલાનું વધુ પડતું સેવન કરવાથી ઝાડા થઈ શકે છે.જો તમને પહેલાથી જ આ સમસ્યા છે તો કારેલા ન ખાવ.

ગર્ભાવસ્થા

જો તમે પ્રેગ્નન્સી દરમિયાન છો તો કારેલાનું સેવન ન કરો.તેનાથી ગર્ભમાં રહેલા બાળકોને નુકસાન થઈ શકે છે.

તાવ અને માથાનો દુખાવો

તાવ અને માથાનો દુખાવો હોય તો કારેલાનું શાક કે જ્યુસનું સેવન ન કરો.જેનાથી સમસ્યાઓ વધી શકે છે.

યકૃત રોગ

તમને લીવર સંબંધિત સમસ્યા હોય તો તમારે કારેલાનું સેવન ટાળવું જોઈએ.આનાથી લીવરમાં પ્રોટીનનું પરિભ્રમણ અટકે છે જે હાનિકારક છે.

લો બ્લડ શુગર

લો બ્લડ શુગરની સમસ્યા હોય તો તમારે કારેલાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.

પેટ દુખાવો

કારેલાના સેવનથી પાચન સંબંધી સમસ્યાઓ પણ થાય છે,તેથી રોજ કારેલાનું સેવન ન કરો અને તેનું મર્યાદિત માત્રામાં સેવન કરો.

અન્ય ટીપ્સ

જો તમે કારેલા ખાવ છો તો આ બાબતોનું પણ ધ્યાન રાખો,જેમ કે કારેલાનું શાક કે જ્યુસ પીધા પછી ભીંડા,મૂળો,દૂધ,દહીં વગેરેનું સેવન ન કરો.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાચી જાગરણ વાંચતા રહો.

માઈગ્રેનની સમસ્યા અને માથાના દુઃખાવાથી છૂટકારો મેળવો, અજમાવો આ ઘરેલૂ ઉપાયો