એવું કહેવાય છે કે પોઝિટિવ રહેવા માટે અને જિંદગીને સરળ બનાવા માટે ચહેરો હસતો રાખવો જોઇએ.
ઘણાં લોકો એવા પણ હોય છે જે બહારથી હસતા દેખાય છે પરંતુ હકીકતમાં તેઓ અંદરથી ખૂબ જ ઉદાસ હોય છે.
એવી સ્થિતિને સ્માઇલિંગ ડિપ્રેશન કહેવામાં આવે છે. તો ચાલો આના વિશે વધારે જાણીએ.
સ્માઇલિંગ ડિપ્રેશન એ એક પ્રકારનું ડિપ્રેશન છે, જેમાં વ્યક્તિ બહારથી તો ખુશ દેખાય છે, પરંતુ હકીકતામાં અંદરથી તેઓ દર્દનો અનુભવ કરતાં હોય છે.
નિષ્ણાતો કહે છે કે, સ્માઇલિંગ ડિપ્રેશન વ્યાપક રૂપથી માન્યતા પ્રાપ્ત સારવાર નથી, આ કારણથી આના ઉપર ધ્યાન આપવાની જરૂરત છે.
સ્માઇલિંગ ડિપ્રેશન વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર હાનિકારક પ્રભાવ પાડે છે.
સ્માઇલિંગ ડિપ્રેશનથી પીડાતા લોકોમાં આત્મહત્યાનું જોખમ વધુ હોય છે, કારણ કે તેઓ દર્દ સહન કરવાથી ટેવાયેલા હોય છે.
સ્માઇલિંગ ડિપ્રેશનમાં મહત્ત્વના લક્ષણોમાં સુસ્તી અથવા થાક લાગવો, ઊંઘ ન આવવી, વજન અને ભૂખમાં બદલાવ, લાચારી અને ઓછું આત્મસમ્માન જેવા લક્ષણો હોઇ શકે છે.
જો વ્યક્તિ સ્માઇલિંગ ડિપ્રેશનથી પીડાઇ રહી છે તો આ વ્યક્તિએ તેના નજીકની કોઇ વ્યક્તિ સાથે ખૂલીને વાત કરવાની જરૂરત હોય છે, જેનાથી તે વ્યક્તિને ઘણી મદદ મળી શકે છે.