તણાવ એક માનસિક સમસ્યા છે. જ્યારે આપડે કોઇ કામ અથવા વાતને લઇને ખૂબ જ મુશ્કેલી અનુભવીએ છીએ અને આખો દિવસ એ જ વાતને વિચારીએ છીએ, આ સ્થિતિને સ્ટ્રેસ અથવા તણાવ કહેવાય છે. આવો જાણીએ તેનાથી બચવાના ઉપાય.
જ્યારે કોઇ વ્યક્તિને માથાનો દુખાવો હોય, તે ઉદાસ રહે, કોઇ પણ કામમાં મન ના લાગે, વધુ અથવા ઓછું ઊંઘ, વધુ અથવા ઓછું ખાવ, સેલ્ફસ્ટિમમાં ઘટાડો અને પોતાના પર વિશ્વાસનો અભાવ. આ સ્ટ્ર્સના લક્ષણો છે, આ પ્રકારના લોકો પોતાનો જીવ લેતા પણ ખચકાતા નથી.
તમરા માટે રાત્રે 7થી 8 કલાકની ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. ઊંઘ પૂરી ના થવાના કારણે દિવસભર થાક અનુભવાય છે અને તમારો મૂડ, મેન્ટ હેલ્થ, એનર્જી લેવલ અને ફિઝિકલ હેલ્થ પર ખરાબ અસર પડે છે.
તમારે યોગ અને મેડિટેશન કરવું જોઇએ. મેડિટેશન અને કસરત એક પાવરફૂલ સ્ટ્રેસ બુસ્ટર ટેક્નિક છે, જે તણાવથી રાહત અપાવે છે અને મગજને એક્ટિવ રાખે છે.
તમે સ્કૂલ, કોલેજ અથવા ઓફિસ જ્યાં પણ જાવ છો, ત્યાં લોકોની સાથે હળવા-મળવાની કોશિશ કરો. તમારા જૂના મિત્રો, પરિવારના લોકો અને તમારા પાર્ટનર સાથે હંમેશા વાતચીત કરતતા રહેવું જોઇએ.
તમને જ્યારે પણ સમય મળે ત્યારે કંઇક નવું શીખો. તમે કોઇ વાતના ટેન્શમાં તમારો સમય બર્બાદ કરી શકો છો. આનાથી તમને કોઇ ફાયદો નહીં થાય. આવા સમયયમાં તમારી સ્કિલ પર કામ કરો.
તમારે ડાયેટ પર ધ્યાન આપવું જોઇએ. તમારા ડાયેટ અને મગજને ખૂબ જ ઊંડો સંબંધ છે. તમે જટેલું બહારનું ઝંક ફૂડ ખાસો, તમારું મગજ એટલું જ ઓછુ ચાલશે.
ઘણા લોકો પોતાની મુશ્કેલીઓ પોતાના સુધી જ રાખે છે, તેઓ બીજાની મદદ લેતા ખચકાટ અનુભવે છે. તમારે એ સમજવાની જરૂર છે કે તમે કોઇ મુશ્કેલીમાં છો તો, તમારા મિભો, પાર્નટર અને પરિવારના લોકો સાથે વાતચીત કરવી જોઇએ.