તુલસીમાં દીવો પ્રગટાવતી વખતે કરો આ ઉપાય, મા લક્ષ્મીનો આશીર્વાદ મળશે


By Kishan Prajapati02, Mar 2023 07:33 PMgujaratijagran.com

નિયમિત રીતે દીવો પ્રગટાવો

તુલસીની ડાળીમાં ભગવાન શાલિગ્રામનો વાસ હોય છે. જેથી નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ ઘરમાં રહેતાં દરેક સભ્યોની પ્રગતિ પણ થાય છે.

ઘીનો દીવો

સાંજે નિયમિત રીતે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો. આવું કરવાથી રૂપિયાની તંગીમાંથી મુક્તિ મળે છે.

લોટનો દીવો

તુલસીના છોડ નીચે લોટનો દીવો બનાવીને પ્રગટાવવો.બીજા દિવસે આ દીવો ગાયને ખવડાવી દેવો. આવું કરવાથી મા લક્ષ્મી અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ મળે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

દીવા નીચે ચોખા

તુલસીમાં દીવો પ્રગટાવ્યા પહેલાં થોડાક અક્ષત નીચે રાખવા. આ પછી ઘીનો દીવો પ્રગટાવવો. કેમ કે, મા લક્ષ્મી અક્ષતનું આસન પણ ગ્રહણ કરે છે. એટલે આસન પાથરવું જરૂરી છે.

અક્ષત

અક્ષત ખૂબ જ શુદ્ધ માનવામાં આવે છે. એટલે તેનું આસન પાથરવાથી દરિદ્રતા દૂર થાય છે અને મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.

સૂર્યાસ્ત સમયે આ કામ ના કરો, થશે મોટી સમસ્યા