મોબાઇલ અને કોમ્પયુટરના વધુ ઉપયોગને લીધે બાળકો તથા યુવાઓને આંખની દૃષ્ટી ઓછી થાય છે.
કામ દરમિયાન આંખમાં ખેચાણ તથા થાક અનુભવો ત્યારે ઠંડા પાણીથી આંખો ધોવી જોઈએ. તેનાથી આંખની માંસપેશીઓને આરામ મળે છે.
આંખ ખૂબ જ નાજુક અંગ છે. તે ધૂળ અને પ્રદૂષણને લીધે પ્રભાવિત થાય છે. એટલે બચવા માટે ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ.
કોમ્પ્યુટર અને મોબાઇલમાંથી આવતો પ્રકાશ આંખને નુકસાન પહોંચાડે છે. એટલે તેનાથી બચવું જોઈએ.
વિદ્યાર્થીઓએ ભણતી વખતે રૂમનો પ્રકાશ એક સરખો રાખવો. ઓછા પ્રકાશમાં વાંચવાથી ઘણો પ્રભાવ પડે છે.
આંખને સરખી રીતે કામ કરવા માટે યોગ્ય પોષક તત્વો પણ જરૂરી છે. એટલે વિટામિન સી, વિટામિન એ અને બીટા કેરોટિનાળો આહાર જરૂરી છે.