40ની ઉંમરમાં 25 જેટલા યંગ દેખાવા માટે રોજ કરો ચહેરાની આ કસરત


By Hariom Sharma18, Aug 2023 07:55 PMgujaratijagran.com

ચહેરા પર ફેટ તમારો લુક બગાડી શકે છે. ફેસ પરની એકસ્ટ્રા ચરબી ઘટાડવા માટે ફેસની કસરત કરી શકો છો. આજે આપણે જાણીશું ફેસની કસરત વિશે જેને તમે સરળતાથી કરી શકો છો. આ માટે તમારે અલગથી સમય કાઢવાની જરૂર નથી.

સ્ટેપ-1

આ કસરત કરવા માટે પહેલા તો સીધા ઊભા રહો, સામાન્ય શ્વાસ લો.

સ્ટેપ-2

તમારો એક હાથન છાતી ઉપર રાખો. સીધા ઉભા રહીને સામે જોવો.

સ્ટેપ-3

આટલું કર્યા પછી તમે તમારા જડબાંના ભાગને આગળ ખેંચો. હવે તમારા માથાને ઉપર કરો અને આકાશ તરફ જોવો.

સ્ટેપ-4

માથું ઉપર કર્યા પછી નોર્મલ થઇ જાવ. થોડી વાર થોભો ફરીથી તમારા જબડાંને આગળ ખેંચો અને સામાન્ય થઇ જાવ. આ દરમિયાન તમારું માથું ઉપર જ રહેશે.

સ્ટેપ-5

આ પ્રક્રિયાને ઓછામાં ઓછી 10થી 15 વખત કરો. આ સમયે તમે તમારા હાથના મસલ્સમાં ખેંચનો અનુભવ કરશો.

ફેસ કસરતના ફાયદા

- બ્લડ સર્ક્યુલેશન વધે છે - ચહેરાના મસલ્સ રિલેક્સ થાય છે - વધતી ઉંમરના લક્ષણો ચહેરા પર જલદી જોવા નથી મળતા - ત્વચા ચુસ્ત બને છે

ઓછું પાણી પીવાથી આ 7 ગેરફાયદા થઈ શકે છે