પાર્ટનર સાથે ઝઘડો કરવાથી તણાવ વધે તો કરો આ 7 ઉપાય


By Kishan Prajapati06, Mar 2023 02:53 PMgujaratijagran.com

તણાવ

તણાવ અને ચિંતા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. આ સાથે ઝઘડો, દલીલ અથવા કામના સ્ટ્રેસથી છૂટકારો મેળવવાના ઉપાય વિશે અમે તમને જણાવીએ.

વાતો ક્લિયર કરવી

પાર્ટનર સાથે ઝઘડો થાય તો તણાવ ન કરવો પણ જેટલું થઈ શકે એટલી વાતોને ક્લિયર કરવાનો પ્રયત્ન કરવો. તેનાથી સંબંધ સુધરશે.

ભૂલ થાય તો સોરી કહેવું

જો ઝઘડામાં તમારી ભૂલ હોય તો તરત જ સોરી કહેવાનો પ્રયત્ન કરવો. જો પછી ઝઘડો થાય તો રિએક્ટ ના કરવું અને શાંત રહેવું. આવા ઝઘડાથી તણાવ વધશે નહીં.

નાના પ્રયત્નથી શરૂઆત કરવી

જો ઝઘડા પછી તમારો પાર્ટનર દૂર રહે તો વધુ સ્ટ્રેસ લેવો નહીં. ધીમે-ધીમે નાના પ્રયત્નથી સંબંધો પહેલાં જેવા થઈ જાય છે.

ઉંઘ ખરાબ ના કરવી

કોઈ રીતની ચિંતા પ્રોબ્લેમ સોલ્વ ના થાય તો તમારે તણાવને લીધે ઉંઘ ખરાબ થઈ શકે છે. તમે ઉંઘ પૂરી કરવાથી તણાવ ઓછો થઈ જાય છે.

ફ્રેન્ડ સાથે રહેવું

એક સમય એવો આવે છે જ્યારે જિંદગીમાં માત્ર પાર્ટનર જ હોય છે અને તણાવ હોય છે તો એકલું ફિલ થાય છે. આવું બિલકુ થવા દેવું નહીં. ફ્રેન્ડ સાથે વાત કરતાં રહેવાથી તણાવ દૂર થાય છે.

સ્કિલ પર ધ્યાન આપવું

ખાલી સમયે સ્કિલ પર કામ કરવું. જેવું કે, સિંગિંગ, ડાન્સિંગ અને પેઇન્ટિંગ. આવું કરવાથી તણાવ દૂર થશે આ સાથે જ તમે ઉર્જાવાન અનુભવ કરશો.

યૂરિનના રંગથી જણો કિડનીનું સ્વાસ્થ્ય