દરેક સ્વસ્થ વ્યક્તિ સામાન્ય રીતે 24 કલાકમાં ઓછામાં ઓછું 7થી 8વાર યૂરિન કરે છે.
યૂરિનના કલરથી વ્યક્તિના સ્વાસ્થ્ય વિશે જાણી શકાય છે.
સામાન્ય સમજ મુજબ એક સ્વસ્થ વ્યક્તિના યૂરિનનો રંગ પાણી જેવો સાફ અથવા હળવા પીળા રંગનો હોય છે.
યૂરિનના ઘાટો પીળો રંગ તે વાતનો સંકેત આપે છે કે, વ્યક્તિનું શરીર ડિહાઇડ્રેટ થઈ રહ્યું છે.
જો લાલ રંગનું યૂરિન હોય તો તેનો અર્થ છે કે, યૂરિન સાથે બ્લડ આવી રહ્યું છે.
ડાયટમાં બીટ ખાવું અથવા તેનું જ્યૂસ પીવાતી યૂરિનનો રંગ લાલ થઈ શકે છે.
બ્રાઉન કલરનું યૂરિન લિવર પિત્તાશયમાં ઇન્ફેક્શનને કારણે આવે છે. આ ઉપરાંત પિત્તની નળીમાં બ્લોકેજ અથવા ઘા હોવાને લીધે પણ આવું થઇ શકે છે.
અંગ્રેજી દવાઓનું સેવન, કલર્ડ ફૂડ્સનું વધુ સેવન કરવાથી યૂરિનનો રંગ ગ્રીન-બ્રાઉન થઈ શકે છે.