છપ્પનની છાતી મેળવવા માટે કરો આ 5 કસરત


By hariom sharma24, Mar 2023 08:00 AMgujaratijagran.com

પુશ-અપ્સ કરો

બ્રોડ ચેસ્ટ માટે પુશ-અપ્સ કરવો એક સારો વિકલ્પ છે. પુશ-અપ્સ કરવા માટે તમારા હાથ જમીન ઉપર રાખો અને કમરનો ભાગ સીધો રાખો. ત્યાર બાદ કોણીને વાળીને ચેસ્ટને જમીન સુધી લાવો.

ઇન્કલાઇન પુશ-અપ્સ

ઇન્કલાઇન પુશ-અપ્સની મદદથી બ્રોડ ચેસ્ટ મેળવી શકો છો. બેન્ચની સામે ઊભા રહીને, બંને હાથોને બેન્ચ પર રાખો અને પગને બેન્ચથી દૂર રાખો અને કોણીને વાળીને ઘુંટણ અને ચેસ્ટ સુધી લાવો પછી ઉપર આવો. નિયમિત આવું કર

કેબલ ક્રોસઓવર

કેબલ ક્રોસઓવર કરવા માટે મશીનની વચમાં ઊભા રહો, પછી હેન્ડલને બંને હાથે પકડો અને બંને હાથનો ભાર આગળની તરફ ખેંચવાનો પ્રયત્ન કરો. આવું નિયમિત કરવાથી ચેસ્ટ બ્રોડ થવા લાગે છે.

રોટેશનલ ડિક્લાઇન ડમ્બલ પ્રેસ

રોટેશનલ ડિક્લાઇન ડમ્બલ પ્રેસ તમારી ચેસ્ટને બ્રોડ કરવામાં મદદ કરી શકે છે. બેન્ચ પર સૂવો અને બંને હાથોને સામેની સાઇડ સીધા રાખો અને હાથમાં ડમ્બલ લઇને કોણીને ઉપર નીચે કરો.

રોજ રનિંગ કરો

રોજ દોડવાથી તમે સારી અને બ્રોડ ચેસ્ટ મેળવી શકો છો. નિયમિત દોડવાથી ચેસ્ટ પમ્પ થાય છે અને મસલ્સ ગ્રોથ પણ સારો થાય છે.

માથુ દુખે તો આ ઘરેલું ઉપાય કરો, મળશે આરામ