માથાનો દુખાવો એક સામાન્ય સમસ્યા છે જે મોટાભાગના લોકોને થાય છે. ત્યારે માથાના દુખાવામાંથી કેવી રીતે છુટકારો મેળવવો તેના ઉપાયો જણાવીએ.
એક ગ્લાસ ગરમ પાણીમાં લિંબુના કેટલાક ટીપા નાંખી પીવાથી જલદી જ માથાનો દુખાવામાંથી રાહત મળે છે.
સફરજન કાપી તેના પર મીઠું નાંખીને ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે.
લવિંગને તવા પર ગરમ કરવા અને તેને રુમાલથી બાંધી દો. થોડાક થોડાક સમય સુંઘવાથી માથાનો દુખાવો મટી જશે.
તુલસીના પાન અને આદુના રસને મિક્ષ કરવાથી માથાના દુખાવામાંથી છુટકારો મેળવી શકાશે.
જો માથાનો દુખાવો થાય તો લવિંગના તેલથી માથા પર માલિશ કરવું. આવું કરવાથી થોડીક જ મિનિટમાં અસર દેખાશે.
ચામાં લિંબુનો રસ નાંખીને પીવાથી માથાનો દુખાવો જલદી દૂર થાય છે.