Arthritis Signs: આર્થરાઈટિસના આ લક્ષણોને ભૂલથી પણ ના કરશો નજરઅંદાજ


By Sanket M Parekh05, Sep 2025 04:21 PMgujaratijagran.com

સંધિવાની વધતી સમસ્યા

વધતી વય સાથે સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાઓનો ખતરો ખૂબ જ વધી જતો હોય છે.એવામાં સંધિવા અર્થાત આર્થરાઈટિસએ સાંધાની ગંભીર સમસ્યા છે.જેને આર્થરાઈટિસના નામે ઓળખવામાં આવે છે.

સંધિવાના લક્ષણો

આર્થરાઈટિસના શરૂઆતના લક્ષણોને અવગણવાથી તે વકરી શકે છે. તો ચાલો તેના ગંભીર લક્ષણો વિશે જાણીએ...

સાંધામાં દુખાવો

જો તમને સાંધામાં સતત કે વારંવાર દુખાવો થઈ રહ્યો હોય, તો તે સંધિવાનો પહેલો સંકેત હોઈ શકે છે.

હરવા-ફરવામાં તકલીફ

સવારે ઉઠતાવેંત પગ જકડાઈ જાય અને હરવા-ફરવામાં તકલીફ થઈ રહી હોય, તો તે સંધિવાની નિશાની હોઈ શકે છે. આ સમસ્યા વધે, તે પહેલા તબીબનો સંપર્ક કરો.

સોજા આવવા

ક્યારેક-ક્યારેક સાંધામાં સોજા આવી જાય છે અને સ્પર્ષ કરવાથી તે ગરમ લાગી શકે છે. આ સાથે જ તેમાં લાલાશ પણ જોવા મળે છે.

થાક અને નબળાઈ

સંધિવાના દર્દીને હંમેશા થાક અને એનર્જીની ઉણપ વર્તાતી રહે છે. જો સતત થાક અને નબળાઈ જણાય, તો આ લક્ષણને નજરઅંદાજ કર્યાં વિના તાત્કાલિક તબીબ પાસે જવું જોઈએ.

લાલાશ અને બળતરા

સાંધાની આસપાસ લાલ રંગના જામા પડે અને બળતરા થઈ રહી હોય, તો તે ગંભીર સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં સમયસર સારવાર કરાવીને સંધિવાને કંટ્રોલમાં કરી શકાય છે.

ઊંઘમાં ખલેલ

ઘણીવાર સાંધામાં તીવ્ર દુખાવાના કારણે હાડકાં જકડાઈ જતા હોય છે, જેના પરિણામે વ્યક્તિની ઊંઘ પણ પુરી નથી થઈ શકતી.

Benefits of Walnuts: સુકા કે પલાળેલા અખરોટ, સ્વાસ્થ્ય માટે ક્યા છે બેસ્ટ?