ઠંડીમા આ લોકોને વધારે પાણી પીવુ ખતરારુપ


By Hariom Sharma26, Nov 2023 12:25 PMgujaratijagran.com

પાણી પીવુ

શરીરને હાઈડ્રેડ રાખવા માટે પાણી પીવુ ખૂબ જ જરુરી છે પરંતુ કેટલાક લોકો માટે વધારે પ્રમાણમા પાણી પીવુ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

હૃદયના દર્દીઓ

હૃદયના દર્દીઓ માટે ઠંડી કોઈ આફતથી ઓછી હોતી નથી. આ સમયગાળા દરમિયાન હૃદય હુમલાના કેસ પણ વધી જતા હોય છે.

વધારે પાણી ન પીઓ

હૃદયના દર્દીઓ માટે ઠંડી વધારે પાણી પીવુ ખતરારુપ બની શકે છે. ખાસ કરીને ઠંડુ પાણી પીતો લોકો માટે હૃદય હુમલાનુ જોખમ વધુ રહેલુ હોય છે.

ઉઠ્યા પછી તરત જ પાણી પીવુ

ઠંડીમા લોકો ઉઠતાની સાથે તરત જ 2-3 ગ્લાસ પાણી પી લેતા હોય છે. આવુ કરવાથી હૃદયના દર્દીઓને નુકસાન થઈ શકે છે.

You may also like

ખાલી પેટ ન ખાઓ આ 5 વસ્તુઓ, થશે ખરાબ અસર

શરદી ખાંસી દરમિયાન આ વસ્તુઓનું ભુલેચુકે સેવન ન કરતા, ગંભીર સમસ્યાનો ભોગ બની શકો

હાર્ટ અટૈકનુ જોખમ

ઠંડીમા જો તમે ઠંડુ પાણી વધારે પીવો છો તો નસો વધારે કઠણ બને છે. જેથી લોહીને શરીરમા પરિભ્રમણ કરવામા ખૂબ જ મહેનત કરવી પડે છે. તેના કારણે હાર્ટ અટૈકનુ જોખમ વધી જાય છે.

ઠંડા પાણીથી દૂર રહો

ઠંડીમા હૃદયના દર્દીઓએ ઠંડા પાણીથી દૂર રહેવુ જોઈએ તથા વધારે માત્રામા પણ પાણી પીવુ ન જોઈએ.

કેવુ પાણી પીવુ જોઈએ?

એક્સપર્ટના પ્રમાણે ઠંડીમા હૃદયના દર્દીઓએ ઠંડા પાણીની જગ્યાએ નવસેકુ ગરમ પાણી પીવુ જોઈએ.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ખાલી પેટ ન ખાઓ આ 5 વસ્તુઓ, થશે ખરાબ અસર