હિન્દુ ધર્મમાં દેવશયની એકાદશીનું ખાસ મહત્વ છે. હિન્દુ પંચાંગ અનુસાર, આ એકાદશી અષાઢ માસની શુક્લ પક્ષની તિથિએ આવે છે. આજે અમે તમને જણાવીશું કે, આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ.
દેવશયની એકાદશીના દિવસે ભૂલથી પણ ભાત ન ખાવા જોઈએ. આમ કરવાથી ભગવાન નારાયણ ગુસ્સે થઈ શકે છે.
દેવશયની એકાદશી પર માંસાહારી ખોરાક ન લેવો જોઈએ. આ દિવસ ખૂબ જ પવિત્ર છે. આ દિવસે માંસાહારી ખોરાક ખાવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.
દેવશયની એકાદશીના દિવસે તુલસીના પાન તોડવા ન જોઈએ. ભગવાન વિષ્ણુને તુલસીના પાન ખૂબ જ પ્રિય છે. તેતી તુલસીના પાન તોડવાથી ભગવાન નારાજ થઈ શકે છે.
દેવશયની એકાદશીના દિવસે નખ અને વાળ ન કાપવા જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં આર્થિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
દેવશયની એકાદશીના દિવસે કોઈ પણ પ્રકારની લડાઈ ન કરવી જોઈએ કે ખોટા શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. આમ કરવાથી તમારા જીવનની પવિત્રતા ઓછી થઈ શકે છે.
દેવશયની એકાદશીના દિવસે દિવસે સૂવું ન જોઈએ. આમ કરવાથી ભગવાન નારાયણ ગુસ્સે થઈ શકે છે. તમે દિવસમાં ભજન અને કીર્તન કરી શકો છો.
જો કોઈ તમને દેવશયની એકાદશી પર દાન આપી રહ્યું હોય, તો તમે તેને સ્વીકારી શકો છો. તેનો ઇનકાર કરવાથી તમારા જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.