મોટાભાગના ભારતીય ઘરોમાં પ્રેસર કુકરનો ઉપયોગ દરેક પ્રકારની ડીશો બનાવવા માટે થતો જ હોય છે. કુકરમાં અલગ-અલગ પ્રકારની ડીશ સ્વાદિષ્ટ રીતે રાંધી શકાય છે. પ્રેસર કુકરનો મુખ્ય ફાયદો તેની મદદથી ફૂડ જલ્દી રંધાઈ જાય છે અને તેનો સ્વાદ તેમજ પોષક તત્વો પણ જળવાઈ રહે છે.
જો કે કેટલીક ડીશો એવી હોય છે, જેને પ્રેસર કુકરમાં ના જ બનાવવી જોઈએ. આમ કરવથી તેનો સ્વાદ તો બગડે છે, આ સાથે જ તે તમારા સ્વાસ્થ્ય પર પણ વિપરિત અસર કરે છે. તો ચાલો આજે અમે આપને વિગતવાર જણાવીએ એવી કઈ વસ્તુ છે, જેને તમારે કુકરમાં ના રાંધવી જોઈએ.
તમારે ક્યારેય પણ પ્રેસર કુકરમાં ક્રિસ્પી ફૂડ ના બનાવવું જોઈએ. આમ કરવાથી વધુ પડતા તેલના કારણે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે. જ્યારે આપણે પ્રેસર કુકરમાં ક્રિસ્પી કે તળેલી વાનગી બનાવીએ છીએ, તો તે વધારે તેલ શોષે છે. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડી શકે છે.
ઘણાં લોકો પ્રેસર કુકરમાં ખીર અથવા દૂધથી બનતી અન્ય વાનગીઓ બનાવતા હોય છે. તો જણાવી દઈએ કે, એલ્યુમિનિયમના કારણે આ ડેરી પ્રોડક્ટ્સની સાથે રિએક્ટ કરી શકે છે. આથી શક્ય હોય, તો તમારે બને તો કોઈ પણ ડેરી પ્રોડક્ટ બનાવવા માટે કુકરનો ઉપયોગ ટાળવો જોઈએ.
મોટાભાગના લોકો પ્રેસર કુકરમાં જ કુકીઝ અને કેક અથવા બિસ્કિટ બનાવીને તૈયાર કરતા હોય છે. તો જણાવી દઈએ કે, કુકરમાં કુકીઝ બનાવવાથી તેમાં નમી આવી જાય છે. આથી બને તો તમારે ઓવનમાં જ કુકીઝ અને કેક બનાવવી જોઈએ.
ઘણાં લોકો પ્રેસર કુકરમાં ચિકન અથવા સી ફૂડ્સ બનાવતા હોય છે, પરંતુ તે તમારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. પ્રેસર કુકરમાં સી ફૂડ્સ રાંધવાથી તેના પોષક તત્વો નાશ પામે છે.આથી બને ત્યાં સુધી તમારે આવી વસ્તુઓ બનાવવા માટે કડાઈ અથવા અન્ય વાસણનો ઉપયોગ કરો.
જો તમે પણ પ્રેસર કુકરમાં સૂપ અથવા સૉસ બનાવતા હોય, તો બંધ કરી દેજો. આમ કરવાથી સૂપનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે. આ સાથે જ શાકભાજી પણ વધારે પડતી બફાઈ જાય છે.