Liver Damage Signs: લિવર ડેમેજ થવા પર ચહેરા અને સ્કિન પર દેખાય છે આ 4 લક્ષણ


By Sanket M Parekh09, Mar 2025 04:16 PMgujaratijagran.com

લિવરમાં ફેટ

લિવર ખરાબ થવા પાછળ ખોટી ખાણીપીણીની આદત મુખ્ય કારણ હોઈ શકે છે. અનહેલ્ધી ફૂડ ખાવાના પરિણામે લિવરમાં ફેટ વધવા લાગે છે.

લિવર ખરાબ થવાના લક્ષણ

શરીરનું કોઈ પણ અંગ ખરાબ થવા લાગે, તો તેના અનેક લક્ષણો જોવા મળી શકે છે. એવામાં લિવર ખરાબ થવા પર શરૂઆતમાં ચહેરા અને સ્કિન પર કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.

શરીરમાં ખંજવાળ

જો તમને શરીરમાં ખૂબ જ ખંજવાળ થઈ રહી હોય, તો તે પણ લિવર ખરાબ થવાનો સંકેત માનવામાં આવે છે. હકીકતમાં ફેટી લિવરના કારણે શરીરમાં વિષયુક્ત તત્વો જમા થઈ જાય છે.

હાથનો લાલ રંગ

લિવર ખરાબ થવાથી હાથનો રંગ પણ બદલાઈ જાય છે. ફેટી લિવર કે તેની સાથે સંકળાયેલી સમસ્યા થવા પર હાથનો રંગ લાલ લાગવા માંડે છે.

ચહેરા પર સોજો

લિવર ખરાબ થવા પર ચહેરો સૂજી જવાની સમસ્યા પણ થઈ શકે છે. હકીકતમાં લિવર ડેમેજ થવાથી શરીરમાં પાણી જમા થવા લાગે છે. જેના પરિણામે સ્કિન પર રૂક્ષ થવા માંડે છે.

ચહેરા પર નિશાન

લિવર ખરાબ થવા પર ચહેરા પર કાળા ધબ્બા અથવા લાલાશ પડતો થઈ જાય છે.આ સાથે જ ઘણાં લોકોને આંખોની નીચે કાળા કુંડાળા થઈ શકે છે.

તબીબની સલાહ

જો તમારા પણ ચહેરા અને સ્કિન પર આવા લક્ષણો જણાય તો તમારે તાત્કાલિક તબીબનો સંપર્ક સાધવો જોઈએ. જેથી સમસસર તેની સારવાર થઈ શકે છે.

Peanuts Side Effects: કોણે મગફળી ન ખાવી જોઈએ, મગફળીની આડ અસરો