રાત્રે સૂતા સમયે પગને નથી કરતાં સાફ? જાણો તેના 7 નુકસાન


By Hariom Sharma23, Jul 2023 07:47 PMgujaratijagran.com

દિવસભર શૂઝ પહેરી રાખવાથી પગમાં ધૂળ, માટી જમા થવા લાગે છે અને પરસેવો થાય છે. રાત્રે પગ ધોઇને સૂવાથી તેના ઘણા ફાયદા છે આવો જાણીએ.

તણાવમાં ઘટાડો

સૂતા પહેલા પગ ધોવાથી દિવસભરનો થાક ઉતરી જાય છે, સાથે જ સ્ટ્રેસ પણ ઘટે છે.

સારી ઊંઘ

પગને ધોઇની સૂવાથી સારી ઊંઘ આવે છે. સાથે જ ગંદકી, પરસેવો અને બેક્ટેરિયાને દૂર કરવાથી સ્કિનના બળતરા, ખંજવાળ અને પગમાંથી આવતી દૂર્ગંધથી બચી શકાય છે.

બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો

રાત્રે સૂતા પેહલા પગને ગરમ પાણીથી ધોવા જોઇએ. કારણે કે તેનાથી બ્લડ સારી રીતે સર્ક્યુલેટ થાય છે. ગરમ પાણીના કારણે બ્લડ સેલ્સ ફેલવા લાગે છે અને પગમાં એક્સિજન અને પોષકતત્ત્વોનો ફ્લો સુધરે છે.

પગમાં દુખાવો અને સોજાથી છુટકારો

રાત્રે સૂતા સમયે પગ ગરમ પાણીથી ધોવાથી દુખાવો અને સોજાથી રાહત મળે છે. ગરમ પાણી સ્નાયુઓના સોજાને ઘટાડવામાં મદદ કરે છે.

ફંગલ ઇન્ફેક્શનથી બચાવે

પગને એથલીટ ફૂટ જેવી સમસ્યાથી બચાવવા માટે સાફ રાખવા ખૂબ જ જરૂરી છે. રાત્રે સૂતા પહેલા પગને ધોવાથી ફંગલ ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે.

શરીરનું તાપમાન કંટ્રોલ કરે

દિવસભરના થાક પછી જ્યારે તમે સૂતા પહેલા પગને ધોવો છો, તો શરીરનું તાપમાન જાતે કંટ્રોલમાં આવવા લાગે છે. બોડી ટેમ્પરેચર લો થવાથી માણસને ઊંઘ સારી આવે છે.

સ્કિન માટે ફાયદાકારક

ઘણો લોકોની પગની સ્કિન ડ્રાય હો છે, આનું મોટું કારણ પરસેવો અને દૂર્ગંધ પેદા કરતાં બેક્ટેરિયા છે. સૂતા પહેલા પગને ધોવાથી ગંદકી દૂર થાય છે અને સ્કિનને નુકસાન પહોંચતું નથી.

આંખોની સફાઇ કેવી રીતે કરવી?