શરીરને હાઇડ્રેટ કરવા ઘરેજ બનાવો ટેસ્ટી ગુલાબનું શરબત


By Smith Taral04, Jun 2024 05:08 PMgujaratijagran.com

ગુલાબનું શરબત પોષક તત્વોથી ભરપૂર હોય છે સાથે તે શરીરમાં હાઈડ્રેશન પણ પૂરુ પાડે છે. આ સ્ટોરીમાં આપણે તેને બનાવાની સરળ રીત જાણીશું

સામગ્રી

આ શરબત બનાવવા માટે તમારે જોઈશે બે કપ તાજી ગુલાબની પાંખડીઓ, એક કપ ખાંડ, બે કપ પાણી, બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી ગુલાબજળ

ગુલાબની પાંખડીઓ તૈયાર કરો

એક કપ ગુલાબની પાંખડીઓને પાણીથી સારી રીતે ધોઈ લો જેથી તેમા રહેલી ગંદકીઓ દૂર થઈ જાય

ઉકાળેલું પાણી

હવે એક તપેલીમાં બે કપ પાણી નાખી તેને મીડીયમ ગેસ પર 5-10 મિનિટ સુધી ઉકાળો.

ગુલાબની પાંખડીઓ ઉમેરો

5-10 મિનિટ પછી, ગુલાબની પાંખડીઓ નાખો અને તેને ઉકાળવાનું ચાલુ રાખો.

ગુલાબની પાંખડીઓ ઉમેરો

5-10 મિનિટ પછી, ગુલાબની પાંખડીઓ નાખો અને તેને ઉકાળવાનું ચાલુ રાખો.

ઉકાળો

હવે વાસણનું ઢાંકણ ઢાંકી દો અને ગુલાબની પાંખડીઓને પાણીમાં પૂરી રીતે ઓગળી જવા દો

ગાળી લો

10-12 મિનિટ પછી, ગેસ બંધ કરો અને સુતરાઉ કપડાની મદદથી ગુલાબના પાણીને ગાળી લો.

ખાંડ ઉમેરો

હવે બીજી એક તપેલી અને ગુલાબજળનું પાણી લો અને તેમાં એક કપ ખાંડ ઉમેરો. ખાંડ સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી તેમને ઉકાળો.

ઠંડુ કરો

હવે આ સુગર સીરપને ઓરડાના તાપમાને ઠંડુ થવા દો, અને તૈયાર થયેલા પાણીમાં થોડા ટીપાં ઉમેરી શકો છો

ગુલાબનું શરબત

તૈયાર છે તમારું ઘરે બનાવેલું ગુલાબનું શરબત. હવે તેમા લીંબુ નિચોવી લો અને સર્વ કરો

સ્કિન ફંગલ ઇન્ફેક્શન મટાડવા માટેના ઘરગથ્થુ ઉપાય