ઉનાળામાં પુષ્કળ પાણી પીવાના સાથે રિફ્રેશિંગ ડ્રીન્ક પીવા પણ ફાયદાકારક હોય છે. આ ઉનાળામાં તમે ફૂદીનાનો ઠંડો શરબત પીને ગરમીમા રાહત મેળવી શકો છો. આવો જાણીએ તેને બનાવાની રીત
ફૂદીના શરબત બનાવવા માટે, તમારે જોઈશે બે લીંબુ, એક કપ ફૂદીનાના પાન, બે ચમચી ખાંડ, 3-4 બરફના ટુકડા અને 1½ કપ પાણી.
એક કપ ફૂદીનાના પાન લઈ અને તેને વ્યવસ્થિત ધોઈ લો
ફૂદીનાના પાનમાં સહેજ પાણી ઉમેરી બ્લેન્ડ કરો અને પેસ્ટ બનાવો
હવે એક ગ્લાસ લો અને તેમાં ખાંડ અને પાણી નાખો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને મિક્સ કરો
ત્યાર બાદ તેમાં ફૂદીનાની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. ફૂદીનાના પાન પાચનને શાંત કરે છે અને શરીરને ઠંડુ રાખે છે.
છેલ્લે, ગ્લાસમાં બે લીંબુ અને આઇસ ક્યુબ્સ નાખી અને તેને ચમચી વડે મિક્સ કરો. તમારો ફ્રેશ અને ટેસ્ટી ફૂદીના શરબત તૈયાર છે.